ભરૂચમાં ગણેશભકતો વચ્ચે મારામારી

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભરૂચના જ્યોતિનગર પાસે ગુલાલ નાંખવાના તેમજ ઓવરટેક કરવાના મુદ્દે શહેરના ચકલા વિસ્તારના તેમજ ફાટા તળાવના શ્રીજી મંડળના કાર્યકર્તાઓ વચ્ચે છમકલું થયું હતું. જેમાં ચકલા વિસ્તારના બે વ્યક્તિઓને ગંભીર ઇજાઓ થતાં ભરૂચની સિવિલ હોસ્પિટલ બાદ એક ઇજાગ્રસ્તને વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો. બનાવ સંદર્ભે સી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાતાં પોલીસે એક હૂમલાખોરને ઝડપી પાડયો હોવાનું સુત્રોમાંથી જાણવા મળ્યું છે. ભરૂચ શહેરમાં શનિવારે ગણેશ વિસર્જન નિમિત્તે શહેરના વિવિધ મંડળના ગણેશની પ્રતિમાઓને વાજતે ગાજતે કસકથી ઝાડેશ્વર માર્ગ ઉપર નીકળ્યાં હતાં. દરમિયાન જ્યોતિનગર પાસે ફાટા તળાવના મંડળ તેમજ ચકલા વિસ્તારમાં જમયતરામની ખડકીના ગણેશ મંડળના કાર્યકરો વચ્ચે ગુલાલ નાંખવાના મુદ્દે છમકલુ થયું હતું. જોતજોતામાં મામલો બિચકતાં ઉશ્કેરાયેલાં ફાટા તળાવના યુવાનોએ આવેશમાં આવી જઇ જમયતરામની ખડકી ખાતે રહેતાં જગદિશ ડાહ્યાભાઇ જોષી સળીયાથી હૂમલો કરી ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. જ્યારે આકાશ જોષીને ઢીકાપાટુંનો માર માર્યો હતો. બનાવ સંદર્ભે ભરૂચ સી ડિવિઝન પોલીસે ગુનો નોંધી એક હુમલાખોરને ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.