નવસારી જિલ્લામાં શાંતિપૂર્ણ માહોલમાં ગણેશ વિસર્જન

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- ચાર ઓવારેથી મોડી સાંજ સુધીમાં નાની મોટી ૪૦૦૦થી વધુ શ્રીજીની પ્રતિમાઓનું વિસર્જન - શનિવારે મેઘરાજાએ પણ વિરામ લીધો નવસારી પંથકમાં કુલ ચાર ઓવારા ઉપરથી શનીવારે ૪૦૦૦થી વધુ શ્રીજીની મૂર્તિ‌હઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું. શનિવારે અનંત ચૌદશ નિમિત્તે સવારથી જ નવસારી પંથકમાં શ્રીજીની પ્રતિમાઓનું વિસર્જન કરવા ગણેશભક્તો બહાર નીકળ્યા હતા. શ્રીજીની પ્રતિમાઓનું વિસર્જન કરવા નવસારી પંથકમાં ચાર ઓવારા વિરાવળ, દાંડી, ધારાગીરી અને જલાલપોરમાં વાહનો જઈ રહેલા જોવા મળ્યા હતા. સવારના સમયે શ્રીજીની મોટી પ્રતિમાઓ વિસર્જન માટે ઓછી આવ્યા બાદ બપોરબાદ સંખ્યામાં વધારો થયો હતો. બપોર બાદ તો નવસારી સ્ટેશનથી ફૂવારા, ટાવર, મોટાબજાર, સેન્ટ્રલ બેંક, પાંચહાટડી, જૂનાથાણા, જલાલપોર રોડ ઉપરાંત વિજલપોરનો આશાપુરી રોડ અને એરૂ રોડ ગણેશ ભક્તોથી ઉભરાયેલો જોવા મળ્યો હતો. મોટાભાગના ગણેશ મંડળોવાળા ડી.જે. સાઉન્ડ તથા અન્ય સંગીતની સુરાવલીમાં નાચતા જોવા મળ્યા હતા. ગત વર્ષની જેમ આ વરસે પણ પુરુષોની સાથે મોટી સંખ્યામાં મહિ‌લાઓ પણ વિસર્જન યાત્રામાં જોડાઈ હતી. વિસર્જન માટે વિરાવળ ઓવારે તરવૈયાની ટીમો કાર્યરત રહી હતી તથા ગણેશ મંડળના પ્રમુખ કનક બારોટ તથા તેમની ટીમ પણ સેવામાં હતી. જલાલપોરમાં પાલિકા સભ્ય કાંતિભાઈ પટેલ તથા અન્ય સ્વયંસેવકો તથા ધારાગીરીમાં પણ સેવાભાવીઓની ટીમ તૈયાર હતી. સાંજે પ વાગ્યા સુધીમાં કોઈ મોટી અનિચ્છનીય ઘટના બની ન હતી. પાંચ વાગ્યા સુધીમાં વિરાવળ ઓવારેથી ૮પ૦ નાની તથા ૨૦૦ મોટી, દાંડીમાં ૬૭૭ નાની તથા ૧૦૭ મોટી, ધારાગીરીમાં ૬૦ મોટી તથા ૨પ૦ નાની અને જલાલપોરમાં ૨પ૦ નાની અને ૨પ મોટી પ્રતિમાઓનું વિસર્જન કરી દેવાયું હતું. સાંજે ૬ કલાકે પણ વિસર્જન કરવા જઈ રહેલા વાહનોની મોટી કતારો જોવા મળી હતી.ગણેશ વિસર્જનમાં ઉલ્લેખનીય વાત વરસાદની ગેરહાજરીની પણ હતી. છેલ્લા ત્રણ-ચાર વર્ષથી વિસર્જનમાં મેઘરાજા સામેલ થતા જોવા મળ્યા હતા. જોકે, શનિવારે મેઘરાજાએ દેખા દીધી ન હતી. દાંડીમાં ટ્રેલર પલટી જતા તરવૈયાઓને ઇજા વિજલપોર શહેર તથા દક્ષિણ વિસ્તારના જલાલપોર તાલુકાના ગામડાઓ માટે વિસર્જન માટે દાંડી ખાતે વ્યવસ્થા કરાઈ હતી. અહીં બપોરબાદ ૪.૩૦ કલાકે નાની દુર્ઘટના બની હતી. વિસર્જનની મૂર્તિ‌ઓ દરિયા સુધી લઈ જવા વિજલપોર પાલિકાના ટ્રેલરોની સેવા લેવાઈ હતી. આ ટ્રેલરોમાંનું એક ટ્રેલર પ્રતિમા લઈ જતી વેળા પલટી ગયું હતું. આ ટ્રેલર નજીક કેટલાક તરવૈયા પણ હતા. જેમાંના ૧૦ જણાંને તો સાધારણ ઇજા થઈ હતી. પરંતુ બે તરવૈયાને વધુ ઇજા થઈ હતી. માછીવાડના તરવૈયા દિપક ગણપત ટંડેલ અને રોશન બળવંત ટંડેલને ઇજા થતા સારવાર માટે નવસારી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. દાંડીમાં પોલીસનો હળવો લાઠીચાર્જ દાંડીમાં ખુદ ધારાસભ્ય આર.સી.પટેલ સહિ‌ત અન્ય સ્વયંસેવકો હાજર હતા. અહીં ઓંજલ-માછીવાડના પ૨ (બાવન) તરવૈયા સેવામાં હતા. દાંડીમાં બપોરના સમયે પ્રતિમાઓનું વિસર્જન કરવા આવેલા લોકોનો એક વર્ગ દરિયા ભણી જવા જીદ પકડતા આ લોકોને રોકવા પોલીસે હળવો લાઠીચાર્જ પણ કરવો પડયો હતો.