ડાંગ જિલ્લામાં શાંતિપૂર્ણ માહોલમાં ગણેશ વિસર્જન

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગિરિમથક સાપુતારા સહિ‌ત આહવા-વઘઈ સહિ‌ત સમગ્ર ડાંગ જિલ્લામાં વિઘ્નહર્તા દુંદાળા દેવની શાંતિપૂર્ણ માહોલમાં વિસર્જન કરાયું હતું. ડાંગ જિલ્લાના મુખ્ય વહીવટી મથક આહવા ખાતે વિવિધ ગણેશ મંડળો દ્વારા મોટા ગણેશની ૧૬ મૂર્તિ‌ઓ તથા પ૦ જેટલા નાના ગણેશ પ્રતિમાઓનું વિસર્જન શાંતિપૂર્ણ રીતે કરવામાં આવ્યું હતું. તો ડાંગ જિલ્લાના પ્રવેશ દ્વારા વઘઇ ખાતે કોમી એકતાની મિસાલ રાખી તમામ ધર્મના લોકો વિસર્જન યાત્રામાં જોડાયા હતા. જેમાં દસ જેટલા વિવિધ મંડળોના ગણેશ પ્રતિમાનું વાજતે ગાજતે અબીલ-ગુલાલની છોળો ઉડાડી ધાર્મિ‌ક માહોલમાં શાંતિપૂર્ણ રીતે ગણેશજીજી પ્રતિમા વિસર્જિત કરાઈ હતી. ગિરીમથક સાપુતારા ખાતે અષ્ટવિનાયક મંડળ તથા સાંઇબજાર યુવક મંડળના યુવાનો દ્વારા સમગ્ર વિસ્તારમાં ડીજેના તાલે શોભાયાત્રા કાઢતા સહેલાણીઓ પણ આ વિસર્જન યાત્રામાં જોડાયા હતા. આજરોજ સમગ્ર જિલ્લામાં ૪૦૦થી વધુ ગણેશ પ્રતિમાઓનું વિસર્જન કારયું હતું. આ સમગ્ર વિસર્જનમાં કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે જિલ્લા પોલીસ વડાએ સમગ્ર જિલ્લામાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેતા આ લખાય છે ત્યાં સુધી કોઇ જાનહાની કે નુકશાનીના અહેવાલ સાંપડયા નથી.