સેલંબા વિધિવિત રીતે કરાયુ ગણેશજીનું વિસર્જન

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સેલંબા વિધિવિત રીતે કરાયુ ગણેશજીનું વિસર્જન ચોપડવાવ અને ખોચરપાડા ડેમમાં ગણપતિની વિવિધ મૂર્તિ‌ઓનું કરાયેલું વિસર્જન નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના સેલંબા ગામે નવમાં દિવસે ધામધૂમથી બેન્ડવાજા અને ઢોલ નગારાના તાલ તેમજ અબીલ ગુલાલની છોળો વચ્ચે શ્રીજીની પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું.સેલંબા નગરમાં નવ દિવસનું આતિથ્ય માણ્યા બાદ ગુરુવારે ગણપતિ બાપ્પાને ભાવભીની વિદાય આપવામાં આવી હતી. ગણેશ વિસર્જન યાત્રાના રૂટ ઉપર વાતાવરણ ગણપતિબાપા મોરીયા પુઢચ્યા વર્ષી‍ લવકરયાના નાદથી ગુંજી ઉઠયું હતું. ભારે ઉત્સાહથી નગરજનોએ દુંદાળાદેવને વિદાય આપી હતી. વિવિધ વિસ્તારોમાં ગણેશ મંડળો દ્વારા બાપાની કલાત્મક પ્રતિમાઓનું સ્થાપન કરવામાં આવ્યું હતું. ચાલી આવતી પરંપરા મુજબ અહિ‌ નવમાં દિવસે શ્રીજીની પ્રતિમાનું વિસર્જન કરવામાં આવે છે. સેલંબાના વિવિધ ફળિયાઓમાંથી મહાઆરતી બાદ વિસર્જન યાત્રાનો પ્રારંભ થયો હતો. અલગ અલગ વિસ્તારોમાંથી શ્રીજીની સવારી સેલંબા ચાર રસ્તા ખાતે એકત્ર થઇ હતી. ચાર રસ્તાથી ગણેશજીની સવારી ઢોલ નગારાના તાલે અબીલ ગુલાલની છોળો ઉડાડી જુલુસ સ્વરૂપે સમગ્ર સેલંબા નગરમાં ફરી હતી. કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સવારથી જ સેલંબા નગરમાં ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. વિવિધ જગ્યાઓના ગણેશજીના યુવક મંડળો દ્વારા સેલંબા પંથકના ચોપડવાવ ડેમ તથા ખોચરપાડા ડેમમાં વિસર્જન કરવામાં આવ્યું હતું.