અંકલેશ્વરમાંથી જાલી નોટો ઝડપાઇ

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની ચૌટાનાકા બ્રાંચના ભરણામાં રૂ. પ૦૦ ના દરની શંકાસ્પદ ૪૧ ચલણી નોટો મળી આવી અંક્લેશ્વરના ચૌટાબજારમાં આવેલી એસબીઆઇ બેન્કમાં આવેલાં ભરણામાંથી પ૦૦ રૂપિયાની કુલ ૪૧ ચલણી નોટો બનાવટી હોવાની શંકા જતાં બેન્ક મેનેજરે અંક્લેશ્વર શહેર પોલીસ સહિ‌ત વિભાગિય નાયબ પોલીસ અધિક્ષક સમક્ષ ફરિયાદ કરતાં પોલીસે આરબીઆઇ લેબમાં નોટોનું પરિક્ષણ કરાવ્યા બાદ ફરિયાદ નોંધવાનું જણાવ્યું હતું. પ્રાપ્ત માહિ‌તી અનુસાર, અંક્લેશ્વર શહેરના ચૌટા નાકા વિસ્તારમાં આવેલી એસબીઆઇની શાખામાં કોઇ ખાતેદારે રૂપિયા પ૦૦ની કુલ ૪૧ બનાવટી ચલણીનોટો ભરણામાં ભરી ગયો હતો. તપાસ દરમિયાન બોગસ મનાતી કુલ ૨૦પ૦૦ કિંમતની પ૦૦ની ૪૧ ચલણી નોટો અંગે બેન્ક મેનેજર અશ્વિન પટેલે અંક્લેશ્વર શહેર પોલીસ મથકના ઇન્સ્પેક્ટર એચ.જે. ચૌધરી તેમજ અંક્લેશ્વરના વિભાગિય પોલીસ વડા એસ. એસ. બારેઠ સમક્ષ રાવ કરી હતી. જેની પ્રાથમિક તપાસમાં નોટો બનાવટી હોવાનું શંકાસ્પદ રીતે જણાઇ રહ્યું હોઇ પોલીસે તમામ નોટો આરબીઆઇની લેબમાં મોકલી આપી તેનું પૃથ્થકરણ કર્યા બાદના રિપોર્ટના આધારે ફરિયાદ નોંધવાનું જણાવતાં બેન્ક મેનેજરે તેની તજવીજ હાથ ધરી છે. બેન્ક મેનેજર અશ્વિન પટેલે પોલીસને જણાવ્યાનુંસાર અંક્લેશ્વરની એક બિલ્ડિંગ કન્સ્ટ્રકશનના વ્યવસાય સાથે સંકળાયેલા એક ફર્મે આપેલી રૂા. ૨ લાખની ચલણી નોટો પૈકીની જ કેટલીક નોટ બોગસ હોવાની આશંકા વ્યકત કરી હતી.