માગ ન સંતોષાતા એક્સાઇઝ કર્મચારીઓની આજે હડતાલ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- પ્રમોશન, પગાર વધારો સહિતની માગ માટે વાપી-દમણ એક્સાઇઝના કર્મચારીઓ હડતાલ પર એક્સાઈઝ ઇન્સપેક્ટરો અને સુપ્રિટેન્ડન્ટને પ્રમોશનમાં થતા અન્યાય સામે સુપ્રિટેન્ડન્ટ એસોસિએશન અને ઇન્સપેક્ટર એસોસિએસન દ્વારા છેલ્લા ઘણા સમયથી સરકાર સામે લડત ચાલુ છે. તેમની આ માગણી હજુ સુધી ન સંતોષાતા તેમના દ્વારા બુધવારના રોજ ફરીથી એક દિવસીય હડતાલનું દેશ વ્યાપી એલાન થયું છે. જેમાં વાપી-દમણ કમિશનરેટના સુપ્રિટેન્ડન્ટ અને ઇન્સપેક્ટરો પણ જોડાશે. તેમજ આ હડતાલમાં ત્રીજા વર્ગના કર્મચારીઓ પણ જોડાશે. એક્સાઇઝ ઇન્સપેકટરો સેન્ટ્રલ ડિપાર્ટમેન્ટના જ ઇન્કમટેક્સ વિભાગ અને કસ્ટમ વિભાગના ઇન્સપેકટરોના જેવી જ પરિક્ષા પાસ કરી ભરતી થયા છે. તેમ છતાં ઇન્કમ ટેક્સ અને કસ્ટમમાં આ અધિકારીઓને વધુ ઝડપી પ્રમોશન મળે છે. તો એક્સાઇઝના ઇન્સપેકટરો માત્ર સુપ્રિટેન્ડન્ટ સુધીનું જ પ્રમોશન મેળવી રિટાયર્ડ થઇ જતા હોય છે. ત્યારે તેમને યોગ્ય પ્રમોશન મળે, તેમજ તેમના નાના અધિકારીઓના પ્રારંભિક પે ગ્રેડ રૂ.૫૪૦૦ થી વધી રૂ. ૬૬૦૦ થાય તેવી માગણી એસોસિએશન દ્વારા ગૃહમંત્રી ચિદંબરમને કરવામાં આવી છે. વાપી-દમણ કમિશનરેટમાં આ હડતાલ સંદર્ભે વેસ્ટ ઝોનના વાઇસ પ્રેસિડન્ટ એસ. કે. ઝા એ જણાવ્યું કે, અમારા દ્વારા એક દિવસની ભૂખ હડતાલ, ધરણા પ્રદર્શન કરવામાં આવશે. તેમ છતાં અમારી માગણી ન સંતોષાય તો આગામી સમયમાં જલદ આંદોલન પણ આપવામાં આવશે.