નકલી સર્ટિફિકેટનો અસલી સૂત્રધાર ઝડપાયો

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એડ્વોકેટ તથા અન્ય આચાર્ય નિદોર્ષ હોવા છતાં નાહકના ભેરવાઈ ગયા વાંસદામાં શિક્ષિકાના બોગસ સર્ટિફિકેટ પ્રકરણમાં નવો વળાંક વાંસદા તાલુકાના ખાનપુર ગામની શિક્ષિકાએ રજુ કરેલી બોગસ સર્ટિફિકેટના મામલે નવો વળાંક આવ્યો છે. બોગસ સર્ટિફિકેટ મેળવી નોકરી મેળવવાના કિસ્સામાં શિક્ષિકાએ પોલીસ પૂછપરછ દરમિયાન ખાનપુર ગામના એક એડવોકેટ અને મહેમદાબાદની શાળાના એક આચાર્યને કથિત રીતે સંડોવવાના પ્રયાસના વાંસદા તાલુકામાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. બોગસ સર્ટિ. વેચનારો મુખ્ય સૂત્રધારની ધરપકડ થતા શિક્ષિકાનો ભાંડો ફૂટવા સાથે મુખ્ય સૂત્રધાર પકડાયો છે. ખાનપુર ગામની શાળામાં બોગસ સર્ટિ. રજુ કરી શિક્ષિકાની નોકરી મેળવનાર નાનીબેન પટેલની પીએસઆઈ એમ.વી. ગરાસિયાએ ૩૧મી મે ૨૦૧૨ના રોજ ધરપકડ કરી પૂછપરછ કરતા બોગસ સર્ટિ. રજુ કરનાર શિક્ષિકા નાનીબેન પટેલે ખાનપુર ગામના જ એડવોકેટ રમેશભાઈ ગાંવિત દ્વારા બોગસ સર્ટિ. અપાવ્યા હોવાનું જણાવતા પોલીસે એડવોકેટની ધરપકડ કરી હતી.ત્યારબાદ વધુ તપાસ અર્થે શિક્ષિકા અને એડવોકેટને કોર્ટમાં રજુ કરી સાત દિવસના રિમાન્ડ મેળવી પૂછપરછ કરતા શિક્ષિકા નાનીબેન અને એડવોકેટ રમેશભાઈ સતત એકબીજા ઉપર આક્ષેપો કરતા રહ્યા હતા. એ દરમિયાન શિક્ષિકા નાનીબેને બોગસ સર્ટિ. મહેમદાબાદ ખાતેની સૌજન્ય હાઈસ્કૂલના આચાર્ય કમ શિક્ષક રજનીકાંત પટેલ પાસેથી બોગસ સર્ટિ. મેળવ્યા હોવાનું જણાવતા પીએસઆઈ અને તેમની ટીમ મંગળવારના રોજ મહેમદાબાદ ખાતેની સૌજન્ય હાઈસ્કૂલમાં ધરપકડ કરવા જતા ૨૦૦૬ની સાલમાં જ રજનીકાંતભાઈ સૌજન્ય હાઈસ્કૂલમાંથી છુટા થઈ અંકલાયા હાઈસ્કૂલમાં આચાર્ય તરીકે ફરજ બજાવે છે એવી પોલીસને જાણ થતા પોલીસે અંકલાયા હાઈસ્કૂલમાંથી આચાર્ય રજનીકાંતભાઈ ધરપકડ કરી વાંસદા લઈ આવ્યા હતા. સૌજન્ય હાઈસ્કૂલના પૂર્વ આચાર્ય રજનીકાંતભાઈ પટેલને બીજા અન્ય સર્ટિ. ઓ સાથે બોગસ સર્ટિ. એક કવરમાં સીલ કરીને ધરમપુર ખાતે મોકલ્યા હતા. આ બોગસ સર્ટિ. બાબતે આચાર્ય રજનીકાંતભાઈની કોઈપણ પ્રકારની સામેલગીરી નહીં જણાતા પોલીસે ખાનપુરના એડવોકેટ રમેશભાઈ ગાંવિત અને આચાર્ય રજનીકાંતભાઈ પટેલને કલીનચીટ આપી હતી. પોલીસની વધુ પૂછપરછ દરમિયાન બોગસ સર્ટિ. વેચનાર મુખ્ય સૂત્રધાર ભરતભાઈ પટેલે જણાવ્યું કે શિક્ષિકા નાનીબેન પટેલના પતિ એમની હાઈસ્કૂલ ઉપર આવેલા અને મને એમ.એડ.ની પદવીનું સર્ટિફિકેટ પત્ની નાનીબેનના નામે સને ૧૯૯૮ની સાલનું બનાવવા જણાવ્યું હતું. આ સર્ટિ. બનાવવા માટે સને ૨૦૦૨માં વાતચીત થઈ હતી. તે આધારે બોગસ સર્ટિ. બનાવી આપતા શિક્ષિકા નાનીબેનના પતિ મહેમદાબાદ સૌજન્ય હાઈસ્કૂલ ખાતે આવી રૂ. ૩૫૦૦૦ આપ્યા હોવાની કબૂલાત મુખ્ય સૂત્રધાર ભરતભાઈ પટેલે કરતા શિક્ષિકા નાનીબેન પટેલનો સમગ્ર ભાંડો ફૂટતા તેમની હાલત કફોડી થઈ હતી. જોકે પીએસઆઈ ગરાસિયાની કડક પૂછપરછ બાદ બોગસ સર્ટિ. વેચનાર મુખ્ય સૂત્રધાર ભરતભાઈ પટેલ (રહે. બોરજા, મંગલપાર્ક સોસાયટી, તા. દસકોઈ, અમદાવાદ)ની ધરપકડ કરી આગળની તપાસ અર્થે રિમાન્ડ માંગવાની તજવીજ હાથ ધરવા સાથે એડવોકેટ રમેશભાઈ ગાંવિત અને મહેમદાબાદના આચાર્ય રજનીકાંત પટેલને કલીનચીટ આપી હતી. પોલીસ અન્ય આચાર્યને પકડી લાવી આચાર્ય રજનીકાંતભાઇની વાંસદા પોલીસે ધરપકડ કર્યા હોવાની જાણ તેમના સગાસંબંધીઓને થતા તેઓ બોગસ સર્ટિ. બનાવનાર મુખ્ય સૂત્રધાર ભરતભાઈ પુજાભાઈ પટેલ (હાલના સૌજન્ય હાઈસ્કૂલના આચાર્ય)ને પકડીને વાંસદા પોલીસ મથકે હાજર કરતા પોલીસે મુખ્ય સૂત્રધારની કડક પૂછપરછ કરતા મુખ્ય સૂત્રધાર ભરતભાઈ પટેલ ખાનપુર ગામના એડવોકેટ રમેશભાઈ નવસુભાઈ ગાંવિતને ઓળખતો નથી અને તેમણે તેમની પાસે કોઈપણ બોગસ સર્ટિ. બનાવ્યું નથી એવું જણાવ્યું હતું.