ગર્ભશ્રીમંત હોવા કરતાં ગર્ભસંસ્કારી હોવું એ સુખદ

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક
તપોવની બાળકોને રવિવારે મંત્રદિક્ષા અપાશે સંપત્તિના વારસા કરતા સંસ્કારનો વારસો શ્રેષ્ઠ છે. ગર્ભશ્રીમંત હોવા કરતા ગર્ભસંસ્કારી હોવું એ સુખદ ઘટના છે. નવસારી - તપોવનમાં પં. ચંદ્રશેખરવિજયજી મ.સા.ના શિષ્ય મુનિ રાજરક્ષિતવિજયજીએ કહ્યું કે સારા દેખાવમાં સાચી મહત્તા નથી, સારા બનવામાં જ સાચી મહત્તા છે. ફોટો સારો આવે અને એક્સ-રે બગડેલો આવે તે ચિંતાજનક બાબત છે. તેમ ચહેરો હેન્ડસમ હોય અને સ્વભાવ પિત્તળ હોય તો તે આઘાતજનક વાત છે. હિ‌ન્દુસ્તાનની મહાપ્રજાના લક્ષમાં મોક્ષપ્રાપ્તિ અને સદાચારીનો પક્ષ હતો માટે જ આ મહાપ્રજા સંસારલક્ષી અને ભોગપક્ષી બનતી નથી. ભારતદેશની પ્રજાના ગૌરવમાં સૌથી મોટુ પ્રદાન સંયુક્ત કુટુંબ પ્રણાલિકા હતી. આ જીવનશૈલીમાં હજારો પ્લસ હતા, તેમાં નારી મુખ્ય હતી. રસોડાના માધ્યમથી તે આખા કુટુંબનો પ્રેમ જીતી લઈને સર્વત્ર સ્નેહભાવ પ્રસરાવતી હતી. ઘરના કામનો બોજ હોવાથી ખોટા વિચારો આવવા અશક્ય બની જતા. કામ કામને મારે એ ન્યાયે નારીનું શીલ અખંડિત રહેતું હતું જેના કારણે નરબંકાઓને જન્મ આપતી હતી. જેઓ દેશ - સંસ્કૃતિ - ધર્મરક્ષા માટે સિંહનાદ કરતા હતા. સંયુક્ત કુટુંબના ખૂબ ફાયદા છે. લાકડીઓના સમૂહને ભારી કહેવાય પરંતુ તેમાંથી છૂટી પડેલી લાકડીને ઘોકલુ કહેવાય, ઈંટના સમૂહને ઈંટવાડો કહેવાય છે પરંતુ છૂટી ઈંટને રોડુ કહેવાય છે તેવી જ રીતે ભાઈઓના સંપીલા સમૂહને પાંડવસેના કહેવાય પરંતુ છિન્નભિન્ન થઈને છૂટા પડેલા ભાઈઓને કૌરવસેના કહેવાય છે. ૩ જૂન રવિવારે સવારે ૯ કલાકે તપોવની બાળકોને પૂ. ગુરુમાંનો તથા માં સરસ્વતિદેવીની મંત્રદિક્ષા અપાશે. જ્ઞાનની ઉપાસના માટે વિશષ્ટિ આરાધના કરાવવામાં આવશે.