ઈન્દ્રિ‌યો અને મનનો સંયમ હોય તો જ તપ થઈ શકે

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આદિનાથ નૂતન ઉપાશ્રયમાં મુનિ પદ્મદર્શનજીની ધર્મસભા કાનજીવાડી સ્થિત આદિનાથ શ્વે. મૂ.પૂ. જૈન સંઘના નૂતન ઉપાશ્રયે પૂજ્ય પંન્યાસ પદ્મદર્શનવિજયજીએ ધર્મસભાને સંબોધતા જણાવ્યું હતું કે મોક્ષે જવા માટેનો શોર્ટકટ કોઈ હોય તો તે તપ છે પણ આ તપ કરવો સહેલો નથી. ઈન્દ્રિ‌યો અને મનનું નિયંત્રણ થાય તો જ તપ થઈ શકે. શોર્ટકટ જો અઘરો હોય તો દેવ-ગુરૂની સેવા અને ઉપાસના કરવી તે સરળ છે. પ્રભુની આજ્ઞા પ્રત્યેનો બહુમાનભાવ અને સદ્ગુરૂ પ્રત્યેનો અહોભાવ પ્રગટી જાય તો પણ મોક્ષમાર્ગના દ્વાર ખુલી શકે તેમ છે. કર્મના ઝપાટામાંથી મુક્ત થવું હોય તો કર્મોની સામે ધર્મ એ જ શ્રેયસ્કર છે. શુભધર્મ અને શુદ્ધ ધર્મ જો આપણી ભીતરમાં પ્રગટી જાય તો કર્મોની ચૂંગાલમાંથી મુક્ત થવું સહેલું છે. જૈન સોશિયલ ગ્રુપ ઓફ નવસારી (મેઈન)ના અન્વયે ગિરિપૂજન માટે ૨પ૦ યાત્રિકોના પ્રયાણ પ્રસંગે પૂજ્યએ જણાવ્યું હતું કે પગ ચાલે તેને પ્રવાસ કહેવાય પણ જેમાં અંતરના ભાવોની વૃદ્ધિ થાય તેને યાત્રા કહેવાય. રાગદ્વેષરૂપી શત્રુઓની ઉપર વિજયનો વાવટો ફરકાવવા માટે શત્રુંજ્ય ર્તીથની યાત્રા કરવાની છે. અનંતા સિદ્ધોની નિર્વાણભૂમિ એટલે શત્રુંજ્ય ર્તીથ. જે ભૂમિના પ્રભાવે જેના કાંકરે કાંકરે અનંતા આત્માઓ મોક્ષપદને પામ્યા છે. અલ્પ પુરુષાર્થે અઢળક પરિણામ આ ધરતીની સ્પર્શના દ્વારા મળતું હોય છે. જેના વંદન માત્રથી મનોવાંછિત પૂર્ણ થાય છે. જેના પુજન દ્વારા સંપત્તિની બૌછારો વરસે છે એવું આ મહાન ર્તીથ છે. ગિરિપૂજનની પવિત્ર પળોમાં ધારદાર સંકલ્પ કરજો જેટલું સંકલ્પબળ મજબૂત હશે તેટલી સિદ્ધિઓ પણ જોરદાર મળશે. પૂજ્યએ સહુને અંતરના આર્શીવાદ પાઠવ્યા હતા. પૂજ્ય ૩જી જૂનના રોજ તપોવન તરફ વિહાર કરી સાંજે સરભોણ તરફ પ્રયાણ કરશે.પમી જૂનના રોજ બારડોલી ગામમાં પધારશે, ત્યાં સવારે ૯.૩૦ કલાકે પ્રવચન રહેશે.