માનવ વસતિથી દૂર વીજ ટ્રાન્સફોર્મર મૂકો

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક
તરસાડા (બાર) ગામે ટ્રાન્સફોમર મુકવા બાબતે વાતાવરણ ગરમાયું વાપી શામળાજી માર્ગના બાયપાસ મુદ્દે હાલ કંઇક હળવાશ થઇ ત્યાં લો વોલ્ટેજની કમથાણ તરસાડા (બાર) ગામે વાપી શામળાજી માર્ગના બાયપાસને હાલ પુરતો કંઈક અંશે હળવો થયો છે. ત્યારે ગામમાં લો વોલ્ટેજની કમથાણ દૂર કરવા માટેની પણ માંગ કરી હતી. જેમાં ડીપી મુકવાનું નક્કી થયા બાદ ડીપીની જગ્યા માટે સ્થાનિકોએ વિરોધ નોંધાવતાં વારીગૃહનો પાણી પુરવઠો બંધ કરી દેવા સુધી વાત વધી જતાં સ્થાનિકો વિફર્યા હતાં. વારીગૃહને મરાયેલા તાળાંને તોડી નાંખી પાણી પુરવઠો ચાલુ કરાયો હતો, પરંતુ ઘટનાથી ગામનું રાજકાણ ફરી એકવાર ગરમાયાનું ચર્ચાઈ રહ્યું છે. તરસાડા (બાર) ગામે વીજ પુરઠાની વારંવાર ઊભી થતી સમસ્યાના નિરાકરણ માટે જીઈબી દ્વારા અલગ ટ્રાન્સફોર્મર મુકવાનું નક્કી કરાયું હતું. તે માટે ગ્રામ પાંયતના હોદ્દેદારો દ્વારા વારીગૃહની ટાંકી પાસેથી જગ્યા પસંદ કરવામાં આવતાં મહોલ્લાવાસીઓએ વિરોધ ઉઠાવ્યો હતો. આવા સંજોગોમાં વારીગૃહ પાણી પુરવઠો પણ બંધ કરી દેવાયો હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે. સ્થાનિક રહીશોએ જિલ્લા કલેક્ટરને જાણ કરતાં આવશ્યક વસ્તુને બંધ કરી શકાય નહીં એવું જણાવતાં જ વારીગૃહ પાસે મોટું લોકટોળું એકત્ર થઈ ગયું છે. ત્યારબાદ બંધ વારિગૃહ ખુલ્લું કરી પાણી પુરવઠો ચાલુ કરી દીધો હતો. ઘટના સ્થળે આવી પહોંચેલા સરંપચ- ઉપસરપંચને મહોલ્લા વાસીઓએ જણાવ્યું હતું કે વારીગૃહ પાસે લોકો દરરોજ પાણી લેવા માટે આવે છે. નજીકમાં જ દૂધ ડેરી હોવાથી લોકોની અવરજવર પણ વધુ રહે છે. આમ માનવ વસતિથી ભરેલી જગ્યો ટ્રાન્સફમર મુકવા દેવાય નહીં અને સર્વસંમતિથી કોઈ અન્ય યોગ્ય જગ્યા શોધવા અનુરોધ કર્યો હતો. આમ લો વોલ્ટે જ સહિ‌તના પ્રશ્નો હલ કરવા માટે જીઈબી દ્વારા હાથ ધરાયેલી કામગીરીનો આજે વિરોધ થતાં જીઈબી વિભાગ પણ અવઢવમાં મુકાયું હતું. જેને પગલે ગામમાં ચર્ચાનો વંટોળ ઉઠયો હતો.