માલધારી સમાજ કુરિવાજોને ત્યજે

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સમાજના છાત્રોને શિક્ષણની સુવિધા મળે તે માટે છાત્રાલયનું નિર્માણ કરાશે અંકલેશ્વરના કોસમડીના મહાસંમેલનમાં સમાજના વિવિધ ક્ષેત્રે નોંધપાત્ર સિદ્ધિ હાસલ કરનારાઓનું સન્માન કરાયું ભરૂચ જિલ્લામાં ભાજપ માલધારી સેલના સંયુકત ઉપક્રમે યોજાયેલા સમાજનું મહાસંમેલન યોજાયું હતું. અંકલેશ્વરના કોસમડીસ્થિત મોમાઇ નગર ખાતે માલધારી સમાજના મહાસંમેલનમાં રણછોડ રબારીએ જણાવ્યું હતું કે, સમાજે વિકાસ માટે દિશા નક્કી કરી આગળ વધે તો સમાજને સફળતા જરૂર મળશે. રાજય કક્ષાના સહકાર મંત્રી ઇશ્વરસિંહ પટેલે જણાવ્યું હતું કે, આ સમાજ પોતાના દિકરાની ચિંતા કરતો નથી પરંતું પશુધનને બચાવવા તેનું રક્ષણ કરે છે. આ પ્રસંગે ૧પ૦૦થી વધુ માલધારી સમાજના લોકોએ ભાજપમાં જોડાયા હતા. સમાજમાં ઉચ્ચ શિક્ષણ મેળવનારા તેમજ શિક્ષણ ક્ષેત્રે નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરનારા અને વિવિધ ક્ષેત્રે ઉચ્ચપદે બિરાજનારાઓનું આ પ્રસંગે સન્માન કરવામાં આવ્યું હતું.કાર્યક્રમમાં સાંસદ ભારતસિંહ પરમાર, ધારાસભ્ય દુષ્યંત પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ શિરીષ બંગાળી, મહામંત્રી યોગેશ પટેલ, ગોપાલક નિગમના ચેરમેન સંજય દેસાઇ, અમદાવાદ માલધારી સેલના ચેરમેન સંજય દેસાઇ, અમદાવાદ માલધારી સેલના અગ્રણી અરજણ દેસાઇ, રણછોડ દેસાઇ, મહિ‌લા આર્થિ‌ક નિગમના ચેરપર્સન સીતાબેન નાયક, લોકગાયક અભેસિંગ રાઠોડ , ભરૂચ સનાતન ધર્મના ગાદીપતિ સંત સોમદાસ બાપુ, અરજણદાસ બાપુ, પ્રેમદાસ બાપુ, ભાવનગરના રામ બાપુ, દૂધરેજના કનીરામ બાપુ, ભાવનગરથી વિહળ બાપુ ઉપસ્થિત રહ્યાં હતાં. અંકલેશ્વર માલધારી સમાજના ગગજીભાઇ તથા જિલ્લા ભાજપ માલધારી સેલના પ્રમુખ ઝીણાભાઇ ભરવાડે સમગ્ર કાર્યક્રમ ભારે જહેમતે પાર પાડયો હતો. સમગ્ર કાર્યક્રમમાં સમાજના આઠ હજારથી વધુ લોકો ઉપસ્થિત રહ્યાં હતાં. મહા સંમેલનને સફળ બનાવવા બદલ ઉપસ્થિત ભાજપના આગેવાનો સહિ‌ત સમાજના આગેવાનો અને સંતો ,મહંતોએ ઝીણાભાઇ પર અભિનંદનની ઝડીઓ વરસાવી હતી. સમાજ સંગઠીત હશે તો જ વિકાસ શકય બનશે સમાજમાં બાળલગ્ન, શિક્ષણનો અભાવ સહિ‌તની સમસ્યાઓ પ્રવર્તીરહી છે ત્યારે દરેક માલધારી પરિવારે કુરિવાજોને ત્યજી દિકરા દિકરીઓને શિક્ષણ આપવું પડશે. સમાજના ગરીબ વિદ્યાર્થીઓ શિક્ષણના મુળભુત અધિકારથી વંચિત ન રહીજાય તે માટે ભરૂચમાં છાત્રાલયનું નિર્માણ કરવામાં આવશે. શિક્ષણ ક્ષેત્રે જરૂરીયાત મંદ બાળકોને દત્તક લેવાની પણ અમારી તૈયારી છે. ઝીણાભાઇ ભરવાડ, પ્રમુખ, ભરૂચ જિલ્લા ભાજપ માલધારી સેલ