રાજપીપળામાં યુવાન ઉપર બાઇક ચાલકનો ચપ્પુથી હુમલો

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
યુવાન મોટરસાઇકલ પર બજારમાંથી ઘરે જઇ રહ્યો હતો ત્યારે હુમલાખોર ત્રાટક્યો રાજપીપળા ચિત્રકુંજ સોસાયટીમાં રહેતા હાર્દિક વાલુસિંગ વસાવા શુક્રવારના રોજ રાત્રિના ૧૧ કલાકે પોતાની બાઇક લઈ રાજપીપળા બજારમાંથી પોતાના ઘર તરફ જતો હતો. તે વખતે સંતોષ ચોકડી નજીક શર્મા કોમ્પલેકસ પાસે રોડ પાસે રઘુભાઈ નામની વ્યક્તિ પૂરઝડપમાં બાઇક ચલાવી બાજુમાંથી ટક્કર મારીને નીકળ્યો હતો અને આગળ જઈ ધીરી પાડી દીધી હતી.જેથી અકસ્માતથી બચી ગયેલા હાર્દિક વસાવાએ કહેવા જતા રઘુએ ત્યાંથી પાછા આવી ગાળો બોલી કોઈ અંગત રીસ હોઈ એમ ઉશ્કેરાઈ જઈ ખિસ્સામાથી ચપ્પુ કાઢી હાર્દિકના ડાબા હાથના કાંડા અને ખભા ઉપર ઘા મારી દીધા હતાં. આ બાબતની હાર્દિકે રાજપીપળા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતા પોલીસે ગુનો નોંધી ભાગી છુટેલા હુમલા ખોરને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે. જો કે ફરિયાદી હાર્દિક વસાવાના જણાવ્યા અનુસાર હુમલાખોર રઘુ નામનો યુવાન છે જેના પિતાના નામની ખબર નથી પરંતુ એ ગોપાલપુરા ગામનો વતની હોવાની માહિતી આપી હતી.