આશારામના દર્શન સમયે સ્વયંસેવકે તરૂણીને ફટકારતા ગરમાગરમી

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક

આશારામ બાપુના આશ્રમ બહાર શ્રધ્ધાળુઓ ઉમટ્તા ધક્કામુક્કી

વલસાડના તિથલ રોડ ઉપર આશારામ બાપુના દર્શન માટે ભારે પડાપડીના માહોલ વચ્ચે એક સ્વંયસેવકે ૧૨ વર્ષીય તરૂણીને ગાલ પર તમાચો મારી દેતા મહિ‌લા શ્રધ્ધાળુઓ ગુસ્સે ભરાઇ હતી. આ દરમિયાન આશારામ બાપુ દુરથી શ્રધ્ધાળુઓને દર્શન કરાવતા આશ્રમ બહાર નીકળી પસાર થઇ શાંતિનગર સત્સંગના કાર્યક્રમમાં પહોંચ્યા હતા.

આ સાથે શ્રધ્ધાળુઓ પણ સત્સંગના સ્થળે જવા ઉપડ્યા હતા. ૧ જૂન શુક્રવારથી વલસાડ તિથલ રોડ ઉપર આશારામ બાપુનો પૂનમ દર્શન સત્સંગના બે દિવસીય કાર્યક્રમનો આરંભ થયો હતો. આ પ્રસંગે બાપુના દર્શન અને સત્સંગ માટે હજારો શ્રધ્ધાળુઓ ઉમટી પડયા હતા.

સવારે ૧૦.૩૦ વાગ્યે આશારામ બાપુ તિથલ રોડ સ્થિત આશ્રમ ખાતેથી નીકળી સત્સંગના સ્થળે જવા રવાના થઇ રહ્યા હતા તે દરમિયાન શ્રધ્ધાળુઓની વિશાળ મેદની ત્યાં ઉમટી પડવાના કારણે કતારમાં ધક્કામુક્કી થતાં સ્વંયસેવકોને ભીડ કાબુ કરવા પરસેવો પડી ગયો હતો.

આશારામ બાપૂના નજીકથી દર્શન માટે પડાપડી થતાં દૂર કતારમાં ઉભી એક તરૂણી પાછળની તરફ ધક્કાને લઇ આગળ ધસી આવતાં એક સ્વંય સેવકે તેને તમાચો મારી દીધો હતો. જેને લઇ તરૂણીની પાછળ ખીચોખીચ કતારમાં ઉભેલી મહિ‌લાઓ ગુસ્સે ભરાઇ હતી. જો કે ભારે ભીડ જામી જતાં આ બાળા ત્યારબાદ તેના પરિવાર સાથે અન્યત્ર વળી ગઇ હતી અને તમામ શ્રધ્ધાળુઓ શાંતિનગરના સત્સંગ સ્થળે રવાના થયા હતા તેવી ચર્ચાનો દોર ચાલ્યો હતો.

Related Articles:


હેલિકોપ્ટરમાંથી 'બાપુ' બહાર નીકળતા જ ભક્તોએ વધાવી લીધા
સત્સંગથી જીવનમાં સાચું સુખ પ્રાપ્ત થાય છે: આશારામ બાપુ
આશારામ બાપુના હોર્ડિંગ પર પહેરાવાયો જૂતાંનો હાર, તસવીરો
ભગવાનની પ્રતિક્ષા નહીં પણ સમીક્ષા કરવી : આશારામ બાપુ