અંકલેશ્વર GIDCમાં કૃત્રિમ કુંડમાં વિસર્જન

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભરૂચ જિલ્લામાં પ્રથમ વખત અંકલેશ્વર શહેર અને તાલુકામાં જીપીસીબી અને વહિ‌વટી તંત્રના પ્રયાસોથી ૧૭૦થી વધુ સ્થળે ઇકોફ્રેન્ડલી ગણેશ પ્રતિમાઓનું સ્થાપન કરાયું છે. નર્મદા નદી, જળચરો અને પર્યાવરણની જાળવણી માટે રવિવારે જીઆઇડીસીમાં બનાવાયેલા બે કૃત્રિમ કુંડોમાં પાંચ દિવસના શ્રીજીનંા શ્રધ્ધાભેર વિસર્જન કરવામાં આવ્યું હતું. નર્મદા નદી, જળચરો તેમજ માનવ અને જીવ સૃષ્ટીને ગણેશ મહોત્સવમાં પીઓપી મૃર્તિ‌ઓનું નર્મદા નદીમાં થતા વિસર્જનને પગલે નુકશાનથી બચાવવા ગુજરાત પોલ્યુશન કંટ્રોલ ર્બોડ અને તંત્ર દ્વારા જિલ્લામાં પ્રથમ વાર ઇકોફ્રેન્ડલી ગણેશ પ્રતિમાની ઝુંબેશ હાથ ધરાઇ હતી. સાથે જ કૃત્રિમ કુંડ બનાવી શ્રધ્ધાભેર શ્રીજીની પ્રતિમાઓનું આ કુંડમાં વિસર્જન કરવા માટે પહેલ કરવામાં આવી હતી. તંત્રના આ બંને પ્રયાસોને સફળતા મળી છે.