વિદેશ મોકલવાનો ધંધો બંધ થતા યુવાન ચોર બન્યો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
-યુવાને અબ્રામા ખાતે એક બંધ ઘરમાં ચોરી કરી હોવાની કબુલાત પણ કરી

વલસાડ: વલસાડ એલસીબી પોલીસે વલસાડના રેલવે ઓવરબ્રીજ ઉપર પેટ્રોલીંગ દરમિયાન બજાજ એવેન્જર મોટર સાયકલ પર પસાર થતા યુવાનને અટકાવી તપાસ કરતા તેની પાસેથી 4 મોબાઇલ મળી આવ્યા હતા.પોલીસે બાઇકના દસ્તાવેજો અને મોબાઇલના બીલો માંગતા તેની પાસેથી ન મળતા પોલીસે તેની ધરપકડ કરી પુછપરછ કરતા તે લોકોને પૈસા લઇ વિદેશમાં મોકલવાનો ધંધો કરતો હતો,પરંતુ તેમાં સફળ ન થતા દેવુ વધી જતા ચોરી કરતો હોવાનુ જણાવ્યુ હતુ.યુવાને અબ્રામા ખાતે એક બંધ ઘરમાં ચોરી કરી હોવાની કબુલાત પણ કરી હતી.

વલસાડ એલસીબી પોલીસ ઓવરબ્રીજ ઉપર પેટ્રોલીંગમાં હતી, તે દરમિયાન બજાજ એવેન્જર મોટર સાયકલ નંબર જીજી-15-બીએ-9984 પર જતા યુવાન સંદીપકુમાર નારણદાસ પટેલ રહે. રાજહંસ સિનેમા પાસે, રામેશ્વર પાર્ક એપાર્ટમેન્ટ,પારનેરા પારડીને અટકાવી તેની પાસેથી બાઇકના કાગળીયા અને મળી આવેલા 4 મોબાઇલ ફોન કિંમત રૂ.98500 ના બીલો માંગતા તેની પાસે ન હોય તેની ધરપકડ કરી હતી.પોલીસની પ્રાથમિક પુછપરછમાં સંદીપે તે અગાઉ લોકોને પૈસા લઇ વિદેશમાં મોકલવાનો વ્યવસાય કરતો હતો,જેની ઓફિસ ડી.એન.શોપીંગ સેન્ટરમાં આવી છે,પરંતુ તેમાં સફળ થતા અને દેવુ વધી જતા ચોરી કરવાનો વિચાર કર્યો હતો.તે પોતે સ્વામી નારાયણ ધર્મ પાળતો હોય તિથલ મંદિરમા સભામાં હાજરી આપવા પણ જતો હતો.
જયાં તેની ઓળખાણ અશોક જમશુભાઇ પટેલ રહે.રાધા કૃષ્ણ સોસાયટી,બીના નગર,અબ્રામા સાથે થઇ હતી.તેને જાણવા મળયુકે અશોકભાઇ દર રવિવારે મંદિરમા આવતા હોય ઘર બંધ હોય છે,અને ઘરે કોઇ હોતુ નથી.જેનો ફાયદો ઉઠાવી તેણે 21 સપ્ટેમ્બરે સાંજે 6થી8 દરમિયાન પોતાની અેવેન્જર મોટર સાયકલ લઇ એકલો ચોરી કરવા ગયો હતો,જયાં તેણે બંધ મકાનનું તાળુ તોડી તેમાંથી સોનાના દાગીના,રોકડ રકમ, નોકીયા ફોનની ચોરી કરી હતી.જે બાબતે સિટી પોલીસમાં ફરિયાદ પણ નોંધાય હતી.પોલીસે અમુક સામાન કબજે કરી તપાસ હાથ ધરી છે.