વલસાડમાં તાવની બિમારીમાં મોતને ભેટેલા યુવાનનું પીએમ કરાવાતા વિવાદ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- પરિવારે પીએમ કરાવવા માટે ચોખ્ખી ના પાડી હોવા છતાં પોલીસ અને ડોક્ટરનું પીએમ કરાવવા માટે દબાણ
- પીએમના મુદ્દે પોલીસ અને ડોક્ટર એકબીજાને ખો આપી રહ્યા છે
વલસાડ: વલસાડની લોટસ હોસ્પિટલમાં રાત્રિના ૧૧ કલાકે દાખલ કરાયેલો દર્દી મંગળવારે મળસ્કે ૫ વાગ્યે મરણ પામતા હોસ્પિટલે સીટી પોલીસ મથકે જાણ કરતા પોલીસે અકસ્માત મોત મુજબ બનાવની નોંધ કરી મૃતદેહ પીએમ માટે માંગતા પરિવારજનોએ સખત વિરોધ ઉઠાવ્યો હતો. તેમ છતાં પોલીસ અને હોસ્પિટલના સત્તાધીશોએ કુદરતી રીતે મોતને ભેટેલા યુવાનનું જબરજસ્તીથી પીએમ કરાવતા પરિવારજનોમાં આક્રોશ ફેલાયો હતો. સામાન્ય રીતે તાવ જેવી કુદરતી માંદગીમાં મોતને ભેટેલા વ્યક્તિનું પીએમ કરાવવામાં આવતું નથી ત્યારે આ ઘટનામાં પીએમ માટે કેમ દબાણ કરવામાં આવી રહ્યું છે તે મામલે અનેક તર્ક વિર્તકો પ્રર્વત્યા છે.
વલસાડની લોટ્સ હોસ્પિટલમાં સોમવારે રાત્રિના ૧૧:૦૦ કલાકે તાવની બિમારીથી પીડાતા ૩૨ વર્ષીય જીતુ લક્ષ્મણભાઈ વિશ્વકમૉને દાખલ કરવામાં આવ્યો હતો. જેનું સારવાર દરમિયાન મંગળવારે મળસ્કે ૫:૦૦ કલાકે મોત નિપજ્યું હતું. જે અંગે તબીબે સીટી પોલીસ મથકે જાણ કરી હતી. જેથી પોલીસે અકસ્માત મોત ની સીઆરપીસી કલમ ૧૭૪ મુજબ બનાવની નોંધ કરી તપાસ હાથ ધરી હતી. આ તપાસના ભાગરૂપે પોલીસે હોસ્પિટલ પર પરિવારજનો તેમજ હોસ્પિટલના નિવેદન લીધા હતા. બાદમાં જીતુભાઈના મૃતદેહને પીએમ કરવા માટેની વાત જણાવતા પરિવારજનોએ સખત વિરોધ કર્યો હતો. તેમ છતાં પોલીસ તેમજ હોસ્પિટલના સત્તા વાળા ટસથી મસ ન થતા પરિવારજનો પોતાના વકીલ અનિલ ત્રપિાઠીને જાણ કરી હતી. ત્યારબાદ આ મામલે પોલીસ અને હોસ્પિટલ બંને એકબીજાને ખો આપી રહી હતી. સામાન્ય રીતે કુદરતી બિમારીમાં મરણ પામેલા લોકોનું પોસ્ટમોર્ટમ કરવામાં આવતું નથી પરંતુ આ કેસમાં ડોક્ટર અને પોલીસ પીએમ કરવા માટે કેમ રસ દાખવી રહ્યા છે એ મુદ્દે પરિવારજનોમાં અનેક તર્ક વિતર્કો ઉઠયા છે.
આગળ ક્લિક કરો અને વાંચો પરિવારે લેખિતમાં પીએમ માટે ઈન્કાર કર્યો છતાં પણ પીએમ કરાયું
(તમામ તસવીરો: ચેતન મેહતા, વલસાડ)