• Gujarati News
  • Woman Rickshaw Driver Caught And Reached To Police Station

મહિ‌લા બની રણચંડીઃ બિભત્સ કોમેન્ટ કરનારા રીક્ષા ચાલકને જેલમાં ધકેલ્યો

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- રિક્ષાવાળાની દાદાગીરી સામે મહિ‌લા બની રણચંડી
- વાપી સ્ટેશનેથી ઘસડીને છેક પોલીસ સ્ટેશને લઇ ગઇ


વાપી રેલવે સ્ટેશનના વેસ્ટ ભાગે ચા નાસ્તાની રેકડી ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતા જયસ્વાલ પરિવારને કેટલાક સમયથી રિક્ષા સ્ટેન્ડ ઉપર ઊભા રહેતા ચાલકો પરેશાન કરતા હતા. રવિવારે રાત્રે રિક્ષા ચાલકને આ અંગે કહેવા જતા જયસ્વાલ ઉપર હુમલો કરી ફરા થઇ ગયો હતો. મંગળવારે બપોરે રિક્ષા ચાલક સ્ટેન્ડ ઉપર દેખાતા જ જયસ્વાલની પત્ની રિક્ષા ચાલકને કોલર પકડીને પોલીસ સ્ટેશને ઘસડી લાવી હતી. પોલીસે ચાલક સામે ગુનો નોંધીને તેને જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો.

વાપી નહેરૂ સ્ટ્રીટમાં આવેલા શાંતિ નાથ એપાર્ટમેન્ટમાં રહેતા અને વાપી રેલવે સ્ટેશનના વેસ્ટ ભાગે ચા નાસ્તાની રેકડી ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતા શિવ પ્રસાદ જોખન જયસ્વાલને કેટલાક સમયથી રિક્ષા સ્ટેન્ડ ઉપર ઊભી રાખનારા ચાલકો હેરાન પરેશાન કરી રહ્યા હતા. બે દિવસ અગાઉ રવિવારે રાત્રે પણ શિવ પ્રસાદની લારી આગળ કેટલાક રિક્ષાવાળાએ પાર્કિગ કરીને ગાળા ગાળી કરી હતી.

આ અંગે શિવ પ્રસાદ કહેવા જતા તેમના ઉપર હુમલો કરીને રિક્ષા ચાલક ફરાર થઇ ગયા હતા. મંગળવારે બપોરે જ્યારે શિવ પ્રસાદની પત્ની ચિંતા દેવી રેકડી ઉપર હતી ત્યારે હુમલો કરનાર રિક્ષા ચાલક ત્યાં આવતા જ મહિ‌લાએ તેમનો કોલર પકડીને છેક વાપી ટાઉન પોલીસ સ્ટેશન સુધી ઘસડી લાવી હતી.

વધુ વિગત વાંચવા માટે ફોટા પર ક્લિક કરો....