સરપંચ પુત્ર સાથે લગ્ન ટાંકણે કન્યા પ્રેમીને લેવા એરપોર્ટ પર પહોંચી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(તસવીર પ્રતિકાત્મક છે)

- લગ્ન ચકડોળે ચઢ્યું: પ્રેમ સંબંધ હોવાથી વિદેશથી પ્રેમીને કન્યાએ બોલાવ્યો પરત
સરપંચ પુત્ર સાથે લગ્ન ટાંકણે કન્યા પ્રેમીને લેવા એરપોર્ટ પર પહોંચી
સરપંચ પુત્રના લગ્નની કંકોત્રીઓ પણ સમાજમાં વહેંચાઈ ગઈ હતી
મંદિરમાં લગ્ન કર્યા બાદ બંને પ્રેમી- પંખીડા ગામમાં પરત ફર્યા
પ્રેમમાં ગળાડૂબ બનેલી યુવતીએ બંને પરિવારજનોને નીચાજોણું કર્યું
વલસાડ: વલસાડના કાંઠા વિસ્તારમાં આવેલા એક નાનકડા ગામના સરપંચના પુત્રના લગ્ન નવેમ્બર માસના અંતમાં લેવાનાર હતા પરંતુ કન્યાને ગામમાં જ રહેતા અન્ય યુવાન સાથે પ્રેમ સંબંધ હોવાથી પરદેશ ગયેલા પ્રેમીને પરત બોલાવ્યો હતો. પરંતુ ઉત્સુક બનેલી કન્યા પરિવારજનોના લગ્નના કોડને ચકનાચૂર કરી પ્રેમીને લેવા માટે એરપોર્ટ પર પહોંચી ગઈ હતી. બાદમાં મંદિરમાં લગ્ન કરી બંને પરત ગામમાં ફરતા આ પ્રેમ પ્રકરણ હાલ ડુંગરીના કાંઠા વિસ્તારમાં ચર્ચાના ચકડોળે ચઢયું છે.
પ્રાપ્ત વિગત મુજબ, વલસાડના કાંઠા વિસ્તારમાં આવેલા નાનકડા ગામના સરપંચના પુત્ર વિક્રાંત (નામ બદલ્યું છે) ના લગ્ન પોતાના જ સમાજની અને પડોશના ગામમાં જ રહેતી વૈદેહી (નામ બદલ્યું છે) સાથે નક્કી થયા હતા. જેને લઈ બંનેના પરિવારજનોએ ધામધૂમથી સગાઈ કરી લગ્નની તડામાર તૈયારીઓ હાથ ધરી હતી. લગ્નની તારીખ પણ નવેમ્બર માસના અંતમાં લેવાઈ ગઈ હતી. સરપંચના પુત્રના લગ્ન હોવાથી આજુબાજુના ગામોમાં પણ વટ પડી જાય તે માટે પરિવારે પૈસાનો ધુમાડો કર્યો હતો. લગ્નની કંકોત્રી છપાવી દઈ વર અને કન્યાને આર્શિવાદ આપવા માટે સગા સંબંધીઓને પધારવા હરખભેર આમંત્રણ પણ પાઠવાયું હતું.

આ અંગેની વધુ વિગત વાંચવા આગળ ક્લિક કરો...