• Gujarati News
  • Vibrant District Program, A New Initiative Of The Police Closer To The People

વાઈબ્રન્ટ તાલુકા કાર્યક્રમ, વલસાડમાં પ્રજાની નજીક આવવા પોલીસની નવી પહેલ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- સ્વાગત ફરિયાદ કાર્યક્રમ બાદ હવે વાઈબ્રન્ટ તાલુકા કાર્યક્રમ અમલમાં મુકયો
- વાઈબ્રન્ટ તાલુકામાં પોલીસ સહિત ડોક્ટર, વકીલને લગતા પ્રશ્નો પણ રજુ કરી શકાશે
વલસાડ: પોલીસ પ્રજાને કઈ રીતે મદદરૂપ થઈ શકે તે માટે પ્રજાના પ્રશ્નો સાંભળવા દરેક પોલીસ મથકોમાં આપણો તાલુકો વાઈબ્રન્ટ તાલુકો નામનો કાર્યક્રમ અમલમાં મુકાયો છે. જેના ભાગરૂપે વલસાડ સીટી પોલીસે સૌ પ્રથમ વાર આ કાર્યક્રમનું આયોજન કર્યું હતું. જેમાં ડોક્ટર, વકીલો અને મહિલા સુરક્ષા સમિતી અને કોલેજના વિદ્યાર્થીઓને પણ આમંત્રિત કર્યા હતા. પરંતુ મહિલાઓ સિવાય કોઈ ફરકર્યું ન હતું.
પોલીસ અને પ્રજા વચ્ચેનું અંતર દૂર થાય તે માટે પ્રજાને પોલીસને લગતી કે પછી અન્ય કોઈ મુશ્કેલી હોય તો તે મુશ્કેલીઓેને પણ દૂર કરવાની જવાબદારી પોલીસના શિરે આવી છે. પોલીસને લગતી ફરિયાદનો નિકાલ કરવા માટે તો સ્વાગત ફરિયાદ કાર્યક્રમ અમલમાં મુકાયો જ છે પરંતુ પ્રજાની વિવિધ સમસ્યાઓને હલ કરવા માટે પણ પોલીસે સમાજ સેવાના નામે એક ડગલું ભયું છે. જે અંતર્ગત વલસાડ જિલ્લા પોલીસ સુરક્ષા સેતુ સોસાયટી દ્વારા દરેક પોલીસ મથકોમાં મહિનાના છેલ્લા શનિવારે આ કાર્યક્રમ કરવાનો રહે છે. જેમાં પ્રજાને પોલીસ, ડોક્ટર કે વકીલને લગતા પ્રશ્નો હોય કે પછી મદદને લગતા પ્રશ્નો હોય તો તે તમામ પ્રશ્નોને સાંભળી તેનું નિરાકરણ લાવવાનો પ્રયાસ પોલીસ દ્વારા કરવામાં આવ્યો છે.
વલસાડ સીટી પોલીસ મથકે પ્રથમ વાર યોજાયેલા આપણો તાલુકો વાઈબ્રન્ટ તાલુકો નામનો કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા માટે ડોક્ટર, વકીલ, મહિલા સુરક્ષા સમિતી અને કોલેજના વિદ્યાર્થીઓને આમંત્રિત કરવામાં આવ્યા હતા. પરંતુ પોલીસની આ નવી પહેલથી મોટેભાગના લોકો અજાણ હોવાથી માત્ર મહિલાઓ જ કાર્યક્રમમાં આવી શકી હતી. જેઓએ મહિલાઓની સુરક્ષાના પ્રશ્નો રજુ કર્યા હતા. જેના પ્રત્યુત્તરમાં પીઆઈ ચૌધરીએ પણ મહિલાઓના વિવિધ પ્રશ્નો અંગે સંતોષકારક માર્ગદર્શન આપ્યું હતું. આગામી મહિનાના છેલ્લા શનિવારે વલસાડ શહેરના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહે અને આ કાર્યક્રમને સફળ બનાવે એવો અનુરોધ પીઆઈ એમ.એન.ચૌધરીએ કર્યો હતો.
આગળ ક્લિક કરો અને જુઓ વાઈબ્રન્ટ તાલુકા કાર્યક્રમની તસવીરો...
(તમામ તસવીરો: ચેતન મેહતા, વલસાડ)