તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કેવાડા ગામમાં ઘરે વાઈરીંગ કરતા શિક્ષકનું કરંટ લાગતા મોત

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
-કેવાડા ગામમાં ઘરે વાઈરીંગ કરતા શિક્ષકનું કરંટ લાગતા મોત
-પરિવારના મોભીનું મોત નિપજતા દિવાળીનો પર્વ માતમમાં ફેરવાયો
વલસાડની અંધજન શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા શિક્ષક શુક્રવારે પોતાના ઘરે ઈલેકટ્રીક કામગીરી કરી રહ્યા હતા ત્યારે અચાનક કરંટ લાગતા મોતને ભેટયા હતા.પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ, વલસાડના કેવાડા ગામમાં બાર ફળિયા ખાતે રહેતા અને વલસાડની અંધજન શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા કાંતીલાલ છગનભાઈ પટેલ ઉ.વ.પ૪ શુક્રવારે બપોરે ઘરે વાયરિંગને લગતી કામગીરી કરી રહ્યા હતા.
ત્યારે તેમને કરંટ લાગતા સારવારઅર્થે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, પરંતુ તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. સામી દિવાળીના ટાણે પરિવારના મોભી એવા કાંતીભાઈનું મોત નિપજતા પરિવારજનોમાં હસીખુશીનો પર્વ માતમમાં ફેરવાઈ ગયો હતો. બનાવ અંગે રૂરલ પોલીસે એડી દાખલ કરી વધુ તપાસ હાથ ધરી હતી. કાંતીભાઈના મોતને પગલે ગામમાં પણ શોકની કાલીમા પ્રસરી ગઈ હતી.