ખરેખર? : વાપી પાલિકા વિસ્તારમાં એક વાગ્યા સુધીમાં સફાઈ થઈ જશે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ખરેખર? વાપી પાલિકા વિસ્તારમાં એક વાગ્યા સુધીમાં સફાઈ થઈ જશે

વાપી: વાપી નગરપાલિકા વિસ્તારમાં સફાઇની વ્યાપક ફરિયાદો વચ્ચે ફરી પાલિકાએ 2.37 કરોડનો સફાઇ કોન્ટ્રાકટ ગુરૂજી કન્ટ્રકશનને આપ્યો છે. જેમાં આખા દિવસની કામગીરી બપોર સુધીમાં કરવા તથા ડોર ટૂ ડોર કચરાનું કલેકશન આયોજનપૂર્વક કરવાનો નિર્ણય લેવાયો હતો. નવા સફાઇ કોન્ટ્રાકટમાં કામદારોની સંખ્યા ઘટાડી વાહનોની સંખ્યા વધારી સુપરવાઇઝરોને સતત મોનેટરિંગ કરવાનો કરાર કરાયો છે. નવા સફાઇ કોન્ટ્રાકટથી શહેરની કેટલી સફાઇ વ્યવસ્થિત થાય છે તેના પર હાલ સૌની મીટ છે.સૌથી મોટી નગરપાલિકા તરીકે ગણાતી વાપી નગરપાલિકા વિસ્તારમાં વ્યાપક ગંદકી અને સફાઇ ન થતી હોવાની ફરિયાદો વચ્ચે નવા સફાઇ કોન્ટ્રાકટ આપવામાં આવ્યો છે. નવા સફાઇ કોન્ટ્રાકટ મુજબ હવે વાપી શહેરની સફાઇ કામગીરી આખા દિવસ દરમિયાન નહી પરંતુ અડધા દિવસમાં કરવાની રહશે.

2.37 કરોડના નવા સફાઇ કોન્ટ્રાકટમાં કામદારોની સંખ્યા ઘટાડી વાહનોની સંખ્યા વધારવામાં આવી છે. ગત વર્ષના સફાઇ કોન્ટ્રાકટમાં રહેલી ક્ષતિઓ નવા કોન્ટ્રાકટમાં ન આવે તેવી રીતે વાપી પાલિકાએ હાલ ફરી ગુરૂજી કન્ટ્રકશને સફાઇ કોન્ટ્રાકટ આપવામાં આવ્યો છે. વાપી શહેરના તમામ વોર્ડમાં ડોર ટૂ ડોર કચરા કલેકશનની કામગીરી બોપર સુધીમાં પૂર્ણ કરી દેવાનો કોન્ટ્રાકટમાં ઉલ્લેખ કરાયો છે. આ ઉપરાંત તમામ વોર્ડમાં સુપવાઇઝરોની પણ નિમણૂંક કરવામાં આવશે.

વાપી નગરપાલિકાને સુંદર બનાવવા માટે આ રીતે કામગીરી થશે, આ અંગેની વધુ વિગત વાંચવા આગળ ક્લિક કરો...