તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વાપી ડેપોની પાંચ દિવસની આવક ૩પ લાખ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- વકરો: વધારાની બસો ફાળવતા મુસાફરોને સરળતા, તહેવારોને પગલે ડેપોની સરેરાશ આવકમાં વધારો

વાપી એસ.ટી.ડેપો દ્વારા દિવાળી વેકેશનના પગલે મુસાફરોને સરળતા રહે તે માટે વધારાની બસો દોડાવાનો નિર્ણય લેવાયો હતો. જે મુજબ વલસાડ ડિવિઝનમાં સૌથી વધારે આવક વાપી ડેપોની નોંધાઇ છે. છેલ્લા ચાર દિવસમાં ડેપોની કુલ આવક ૩પ.૧૩ લાખથી વધુ થઇ છે. તહેવારોને પગલે ડેપોની સરેરાશ આવકમાં પણ વધારો નોંધાયો છે.

દિવાળી વેકેશનના પગલે એસ.ટી.બસોમાં ભારે ઘસારો જોવા મળી રહયો છે. મુસાફરોનો ઘસારો વધતા વાપી એસ.ટી.ડેપો દ્વારા વધારાની બસો દોડાવાઇ હતી. ટૂંકા અને લાંબા રૂટોની બસો દોડાવાતા ડેપોની આવકમાં ઘરખમ વધારો નોંધાયો છે. વલસાડ ડિવિઝનમાં સૌથી વધારે દિવાળીના તહેવારની આવક વાપી ડેપોની નોંધાઇ છે. છેલ્લા પંદર દિવસમાં વાપી એસ.ટી.ડેપોની આવક ૭૦ લાખથી વધુ પહોંચી છે. વધારાની બસો દોડાવાના કારણે ડેપોની આવક વધતા કર્મચારીઓમાં આનંદની લાગણી પ્રસરી ગઇ હતી. દિવાળીના માત્ર પાંચ દિવસમાં વાપી એસ.ટી.ડેપોની આવક ૩પ.૧૩ લાખ નોંધાઇ છે. હાલ પણ બસોમાં મુસાફરોનો ધસારો વધી રહયો છે. દિવાળી વેકેશન દરમિયાન વાપી એસ.ટી.ડેપોની આવક ઘણી વધવાની શકયતા છે.

- આંતર રાજયની આવક વધી

વાપી ડેપોના મેનેજર ગીરીશ પટેલ અને ટી.આઇ.આબિદ પઠાણે જણાવ્યું હતું કે સેલવાસ -બોરીવલી અને વાપી-ધુળિયાની આંતર રાજયની ટ્રીપોની આવક વધી છે. ઉપરાંત દમણ અને સેલવાસની વધારાની બસોના કારણે પણ સારી આવક નોંધાઇ છે. તહેવારોમાં એક પણ બસને અકસ્માત નડયો નથી.

- છ દિવસની આવકની આંકડાકીય વિગત

૩૧ ઓકટોબરઃ ૬૨૦૧૭૨
૧ નવેમ્બરઃ ૪૭૭૮૦૪
૨ નવેમ્બરઃ પ૬૭૧૦૯
૩ નવેમ્બરઃ પ૮૪૩૭૩
૪ નવેમ્બરઃ ૬૨૭૩૮૯
પ નવેમ્બરઃ ૬૪૪૪પ૦