વલસાડ ડિવિ.ના ડેપોનો સફાઇ કોન્ટ્રાકટ અપાયો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વલસાડ ડિવિ.ના ડેપોનો સફાઇ કોન્ટ્રાકટ અપાયો
વાપી ડેપો દર મહિને સફાઇ પાછળ ‌ 45 હજાર ચુકવશે,એસટી ડેપો સ્વચ્છ રહેશે કે કેમ તે સવાલો
વાપી: રાજયના એસટી નિગમ દ્વારા એસટી ડેપો પર વધી રહેલી ગંદકીની ફરિયાદો દૂર કરવા સફાઇ કોન્ટ્રાકટ આપવાનો નિર્ણય લેવાયો છે,જે અંતગર્ત વલસાડ ડિવિઝનના તમામ ડેપો અને કન્ટ્રોલ પોઇન્ટને સ્વચ્છ રાખવા સફાઇ કોન્ટ્રાકટથી હવે સફાઇની કામગીરી હાથ ધરાશે. મુસાફરો હવે ગંદકીની ફરિયાદો ઓછી કરશે એવું એસટી નિગમ દ્વારા માનવામાં આવી રહયું છે. જો કે વાપી સહિત વલસાડ ડિવિઝનના તમામ ડેપો પરથી ગંદકી દૂર થશે કે કેમ તે સવાલો ઉઠી રહયા છે.વલસાડ ડિવિઝનના વાપી,વલસાડ,ધરમપુર સહિત એસટી કન્ટ્રોલ પોઇન્ટો હવે મુસાફરોને સ્વચ્છ જોવા મળશે. એસટી ડેપો પર મુસાફરો ગંદકીની ફરિયાદો ઓછી કરશે.

કારણ કે એસટી નિગમે મુસાફરો દ્વારા વાંર-વારં થતી ગંદકીની ફરિયાદોને ધ્યાનમાં લઇ સફાઇ કોન્ટ્રાકટો આપી દેવામાં આવ્યાં છે. દરેક એસટી ડેપો પર ખાનગી એજન્સી સફાઇની કામગીરી કરશે. જેને લઇ વાપી,વલસાડ ડેપો સહિત વલસાડ ડિવિઝનના ડેપોઓમાં સફાઇની ફરિયાદો ઓછી થશે. ડેપોની સાથે એસટી કન્ટ્રોલ પોઇન્ટ પર સફાઇ રાખવા પણ એસટી નિમગ દ્વારા સફાઇનો કોન્ટ્રાકટ આપવામાં આવ્યો છે. એસટી ડેપોમાં સફાઇ કોન્ટ્રાકટના કારણે હવે કેટલી સફાઇ થાય છે તે આગામી દિવસોમાં ખબર પડશે.
વાપી ડેપો સફાઇ પાછળ ત્રણ મહિને 1.35 લાખ ચુકવશે
થોડા દિવસો પહેલા વાપી પાલિકા દ્વારા વાપી ડેપો પર સફાઇ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતુ, ત્યારે હવે વાપી ડેપોને નિયમિત સ્વચ્છ રાખવા દર ત્રણ મહિને રૂ.1.35 લાખ સફાઇ પાછળ ખર્ચવા પડશે. એટલે કે દર મહિને રૂ.45 હજારમા ખર્ચે સફાઇ કામગીરી હાથ ધરાશે. સફાઇ કોન્ટ્રાકટ બાદ હવે વાપી ડેપો કેટલો સ્વચ્છ રહે તે જોવું રહયું.
સેલવાસ કંટ્રોલ પો.ની પણ સફાઇ
વાપી ડેપોની જેમ સેલવાસ કન્ટ્રોલ પોઇન્ટ માટે સફાઇ કોન્ટ્રાકટ પણ આપવામાં આવ્યો છે,જેના માટે એસટી નિગમ દર મહિને રૂ.22 હજાર ચુકવશે. એસટી નિગમે સફાઇના ટેન્ડરો બહાર પાડી સફાઇના કોન્ટ્રાકટ આપવામાં આવ્યા છે. જેથી વાપી ડેપોની સાથે સેલવાસ કન્ટ્રોલ પોઇન્ટ પર રોજના સફાઇ થશે.
સવારે 6થી રાત્રે 8 વાગ્યા સુધી સફાઇ
સફાઇ કોન્ટ્રાકટ મુજબ સફાઇ કામદારો દ્વારા સવારે 6થી રાત્રે 8 વાગ્યા સુધી કામગીરી કરવામાં આવશે. સફાઇ કોન્ટ્રાકટ દરમિયાન સફાઇનો પ્રશ્ન ઉદભવે તો મુસાફરો ફરિયાદ કરી શકે છે. આ ફરિયાદની એસટી નિગમને જાણ કરવામાં આવશે. વાપી ડેપો પર રોજના પાંચ કામદારો દ્વારા સફાઇની કામગીરી કરવામાં આવશે.>ગીરીશભાઇ પટેલ ,મેનેજર,વાપી ડેપો