તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વાપીનું ૭૮.૧૬ કરોડનું બજેટ ચર્ચા વિના પ મિનિટમાં પસાર

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- વાપીનું ૭૮.૧૬ કરોડનું બજેટ ચર્ચા વિના પ મિનિટમાં પસાર

- ચૂંટણીનેલક્ષી બજેટમાં વેરામાં વધારા વિના ૩૮.૮૦ કરોડની આવકનો અંદાજ

- વર્ષ ૨૦૧૩-૧૪ના સુધારેલ બજેટની આવક માત્ર ૨૮.૪૮ કરોડ

- ૨૬.૦૨ કરોડની પુરાંત દર્શાવતા બજેટની ચર્ચામાં એકપણ સભ્યે રસ ન દાખવ્યો

- કોઇપણ નવી જોગવાઇઓ વિના બજેટને બહાલી


વાપી પાલિકાની મંગળવારે બજેટ માટે મળેલી સામાન્ય સભામાં કોઇ પણ જાતની ચર્ચા કર્યા વગર જ માત્ર પ મિનિટમાં ૭૮.૧૬ કરોડના બજેટને મંજૂર કરવામાં આવ્યું હતું.૨૬.૦૨ કરોડની પુરાંત દર્શાવતા બજેટની ચર્ચા કરવા એક પણ સભ્યએ રસ દાખવ્યો હતો. ચાર એજન્ડા માટે મળેલી સામાન્ય સભા માત્ર ગણતરીની મિનિટોમાં જ પૂર્ણ થઇ જતાં સભામાં હાજર ખુદ સભ્યો પણ આશ્વર્ય પામ્યા હતાં.

વાપી પાલિકાની ખાસ સામાન્ય સભા મંગળવારે સવારે પાલિકા પ્રમુખ પારૂલબેન દેસાઇના અધ્યક્ષાતામાં મળી હતી. જેમાં સૌ પ્રથમ ગત સભાની કાર્યવાહીને બહાલી આપવામાં આવી હતી. ત્યારબાદ કારોબારી સભાની ભલામણ મુજબ વર્ષ ૨૦૧૩-૧૪નું સુધારેલું બજેટ અને વર્ષ ૨૦૧૪-૧પના અંદાજીત કુલ ૭૮.૧૬ કરોડના બજેટને બહાલી આપવામાં આવી હતી.

બજેટ માટે મળેલી સામાન્ય સભામાં એક પણ સભ્યએ ચર્ચા ન કરતાં સભ્યો માત્ર પ્રેક્ષક બન્યા હોય તેવું લાગ્યું હતું. વર્ષ ૨૦૧૪-૧પના બજેટમાં વર્ષ દરમિયાન કુલ આવક ૩૮૭૯૭૬૩૪૨(૩૮.૭૯ કરોડ) ખર્ચા પ૨૧૪૧૩૮૧ (પ૧.૧૪ કરોડ ) અને પુરાંત ૨૬૦૨૩૩૬૮૭.૪૬ (૨૬.૦૨ કરોડ) રહશે. ઉપરાંત વર્ષની શરૂઆતની ઉઘડતી સિલક ૩૯૩૬૬૮૭૨૬.૪૬ (૩૯.૩૬ કરોડ) નો અંદાજ છે. આમ વાપી પાલિકાની ખાસ સામાન્ય સભામાં બજેટની કોઇ ચર્ચા કર્યા વિના જ ૭૮.૧૬ કરોડના બજેટને સર્વાનુમત્તે બહાલી અપાઈ હતી.

ઘરવેરા વધારાનો નિર્ણય મુલતવી
ઘરવેરામાં ૧૦ ટકાનો વધારાનો નિર્ણય મુલતવી રખાયો હતો. દિવ્ય ભાસ્કરના અહેવાલ બાદ મંગળવારે સભામાં વિપક્ષના નેતાઓના વિરોધ પછી આ અંગે હવે સમિતિની રચના બાદ નિર્ણય લેવામાં આવશે.

દરેક સમિતિમાં માત્ર ગણતરીના સભ્યો
ઘરવેરા વધારવા સમિતિની રચના અંગે ભાજપી સભ્ય ફાલ્ગુનીબેન શાહે બળાપો ઠાલવ્યો હતો. તેમેણે પાલિકા પ્રમુખને ટકોર કરતાં જણાવ્યું હતું કે પાલિકા દ્વારા કોઇ પણ નવી સમિતિની રચના થાય છે તેમાં માત્ર ગણતરીના સભ્યોનો જ સમાવેશ કરાય છે-જે યોગ્ય નથી. દરેક સભ્યોને તક મળવી જોઇએ.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

વધુ વાંચો