ચાઇનીઝ ખાવા કરતા ડામર ખાવો સારો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(વલસાડની શેઠ આરજેજે શાળાના શપથ લેતાં વિદ્યાર્થીઓ )

ચાઇનીઝ ખાવા કરતા ડામર ખાવો સારો
દેશને વિશ્વગુરૂના ઉચ્ચ સ્થાને પ્રસ્થાપિત કરવા વૈચારિક અભિગમ બદલવો પડશે

વલસાડ: જો આપણા ભારત દેશને વિશ્વ ગુરૂના ઉચ્ચ સ્થાને પ્રસ્થાપિત કરવા માંગતો હોય તો આપણો વૈચારિક અભિગમ બદલવો પડશે અને આપણા સામાજીક મૂલ્યોને જાળવવા પડશે તેમ ઉડાન ફાઉન્ડેશનના ડો.કાર્તિક ભદ્રાએ ગુરૂવારે વલસાડની શેઠ આર.જે.જે.હાઇસ્કૂલ (અગ્રેંજી માધ્યમ)ની શાળા ખાતે જિલ્લા કલેકટરની અધ્યક્ષતામાં યોજાયેલા જાગૃતિ કાર્યક્રમમા 1500 જેટલા વિદ્યાર્થીઓને જણાવ્યુ હતુ.કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ સ્વચ્છતાનું પાલન, વ્યસન મૂકિત,પ્રયાવરણની જાગૃતિ,વિજ બચાવ, જંકફુડનો ત્યાગ,ટ્રાફિક નિયમનનું પાલન કરવા અને પાણીનો બગાડ ન કરવાના શપથ લીધા હતા.વિદ્યાર્થીઓને વધુમાં ડો.કાર્તીક ભદ્રાએ જણાવ્યુકે અમારૂ મિશન 50 હજાર વિદ્યાર્થીઓ સુધી પહોચવાનું છે.દેશની ભાવી પેઢીને બચાવવા તેમને સાચી સમજ આપવાની ફરજ બને છે.જે માંટે અમે શરૂઆત કરી છે.તેમણે વર્તમાન સમયે જંકફુડના વધી રહેલા ઉપયોગ અંગે વિદ્યાર્થીઓ્ને જાગૃત કરી જંકફુડ,ઠંડા પીણા, ચાઇનીઝ,ગુટખાનો વપરાશથી થતા રોગોની સચિત્ર જાણકારી આપી હતી.

તેમણે જણાવ્યુકે ચાઇનીઝમા વપરાતા અજીમોમોટો શરીરને એટલુ નુકશાન કરે છે, કે તેના કરતા ડામર ખાવો સારો, ઠંડા પીણા પીવાથી શરીરને થતા નુકશાન સહિતની વાતો જણાવી હતી.શરીરને પ્રતિદીન 200 કેલરી જોઇએ,જયાંરે એક બર્ગર 2 હજારથી વધુ કેલરી બનાવે છે.જે શરીર માંટે ઘાતક બને છે.કલેકટર ડો.વિક્રાંત પાંડેએ વડાપ્રધાન મોદી દ્વારા શરૂ કરાયેલા સ્વચ્ચતા અભ્યાનની સફળતા માંટે આપણા તમામે એકજુથ થઇ આગળ આવવુ પડશે તેમ જણાવ્યુ હતુ.આ પ્રસંગે આચાર્યા પ્રાર્થના વર્મા સહિત શિક્ષકો, વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.