વલસાડ કોલેજમાં સ્કોપની પરીક્ષા ન લેવાતા પરીક્ષાર્થીઓ વિફર્યા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
( વલસાડ કોલેજ કેમ્પસના પીજી ભવનમાં રવિવારે પરીક્ષા ન લેવાતા આક્રોશ ફેલાયો હતો )

વલસાડ કોલેજમાં સ્કોપની પરીક્ષા ન લેવાતા પરીક્ષાર્થીઓ વિફર્યા
ઓફ લાઈન લેવાનારી પરીક્ષા છેલ્લી ઘડીએ ઓન લાઈન લેવાનારી હોવા અંગે કોઈ જાણ ન કરાઈ
વિદ્યાર્થીઓ ઓન લાઈન પરીક્ષા આપવા તૈયાર થયા તો તમામ કમ્પયૂટરો બગડેલા હોવાનું જણાયું
વલસાડ: વલસાડના કોલેજ કેમ્પસમાં આવેલી નર્સિગ કોલેજમાં રવિવારે સવારે કેમ્બ્રિજ યુનિવર્સીટીની સ્કોપની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. ઓફ લાઈન લેવાનારી આ પરીક્ષા છેલ્લી ઘડીએ ઓન લાઈન લેવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. પરંતુ ઓન લાઈન પરીક્ષા જે કમ્પયૂટર ઉપર લેવાનારી હતી તે તમામ કમ્પયૂટર બગડેલા હોવાથી બપોરે 12 વાગ્યા સુધી પરીક્ષાર્થીઓની સ્કોપની પરીક્ષા લઈ શકાય ન હતી. જેથી વહેલી સવારથી પરીક્ષા આપવા માટે દુર દુરથી આવેલા વિદ્યાર્થીઓ રોષે ભરાયા હતા. જેઓએ સ્કોપની પરીક્ષા લેનાર મેનેજમેન્ટનો પણ હુરીયો બોલાવી આક્રોશ વ્યક્ત કર્યો હતો.

વલસાડના કોલેજ કેમ્પસમાં આવેલા પીજી ભવનમાં રવિવારે રાજય સરકાર માન્ય અને કેમ્બ્રિજ યુનિવર્સીટીનુ પ્રમાણ પત્ર આપતી અમદાવાદની સંસ્થા દ્વારા સ્કોપની પરીક્ષા લેવાનાર હોવાથી દમણ, સેલવાસ, વાપી, ઉમરગામ, વલસાડ અને ચીખલીથી 104 વિદ્યાર્થીઓ સવારે આવી પહોંચ્યા હતા. સવારે 9:00 કલાકે પરીક્ષાના પ્રથમ બેચનો પ્રારંભ થનાર હોવાથી વિદ્યાર્થીઓ નર્સિગ કોલેજના કલાસમાં ઓફ લાઈન (લેખિત) પરીક્ષા આપવા માટે પહોંચ્યા હતા.

પરંતુ યુનિવર્સીટી તરફથી આવેલા એકઝામીનેરે આ પરીક્ષા ઓફ લાઈન નહી પરંતુ ઓન લાઈન લેવાનારી હોવાનું જણાવતા વિદ્યાર્થીઓ ચોંકી ઉઠયા હતા. કારણ કે, વિદ્યાર્થીઓને ઓન લાઈન પરીક્ષા લેવાનારી છે એ અંગે કોઈ આગોતરી જાણ કરવામાં આવી ન હતી. તેમ છતાં પણ દૂર દૂરથી આવેલા વિદ્યાર્થીઓ રવિવારની રજાનો દિવસ બગડે નહી તે માટે ઓન લાઈન પરીક્ષા આપવા માટે પણ તૈયાર થયા હતા. પરંતુ બાદમાં માલૂમ પડયું કે, તમામ કમ્પયૂટરો પણ બગડેલા છે. જેથી વિદ્યાર્થીઓ અકળાઈ ઉઠયા હતા. જો કે એકઝાનીમર થોડી વારમાં પરીક્ષા ચાલું થઈ જશે એવું આશ્વાસન આપતા રહ્યા હતા.

40-40 મીનીટ સુધી લેવાનારી પરીક્ષા સવારે 9 વાગ્યા થી સાંજે 5 વાગ્યા સુધી લેવાનારી હતી. જેથી પોત પોતાના સમય મુજબ પરીક્ષા આપવા માટે પરીક્ષાર્થીઓની સંખ્યા પોસ્ટ ગ્રેજયુએશન ભવન પર વધતી જતા સ્થિતી કાબૂ બહાર નીકળી ગઈ હતી. પરીક્ષાર્થીઓ વારાફરતી એકઝાનીમરને પરીક્ષા કયારે લેવાશે એમ પૂછવા જતા હતા અને થોડીવારમાં જ લેવાઈ જશે એવો જવાબ મળતો હતો. પરંતુ સવારે 8 વાગ્યાથી કોલેજ પર આવેલા પરીક્ષાર્થીઓ પરીક્ષા બપોરે 12 વાગ્યા સુધી પણ ન લેવાતા વિદ્યાર્થીઓમાં આક્રોશ ફાટી નીકળ્યો હતો. જેથી પરીક્ષાર્થીઓએ હોબાળો મચાવી મેનેજમેન્ટનો હુરીયો બોલાવી પોતાના રોષ વ્યકત કર્યો હતો. કમ્પયૂટર રીપેર ન થતા છેવટે પરીક્ષા મૌકુફ રાખવામાં આવી હતી. જેથી વિદ્યાર્થીઓ નિરાશ થઈ પરત ફર્યા હતા.

કમ્પ્યૂટર ગુણવત્તા વગરના, આ અંગેની વધુ વિગત વાંચવા આગળ ક્લિક કરો...