• Gujarati News
  • Valsad District, Only 39 Against 260 For The Base Card In The Machine

વલસાડ જિલ્લામાં આધાર કાર્ડ માટે ૨૬૦ની સામે માત્ર ૩૯ જ મશીન

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

આધારકાર્ડની કામગીરી માટે અપૂરતાં સાધનોથી લંગડાતું તંત્ર

વલસાડ જિલ્લામાં આધાર કાર્ડ ઇસ્યૂ કરવા માટે અપૂરતાં સાધનોથી તંત્ર લંગડાઇ રહ્યું છે. રાજ્ય સરકાર દ્વારા તમામ તાલુકા મથકો અને પાલિકાઓમાં આધાર કાર્ડની કામગીરી છેલ્લા છ માસથી ચાલી રહી છ પરંતુ ફોટા, આઇ પ્રિન્ટ અને ફિંગરપ્રિન્ટ માટે મશીન અને કમ્પ્યૂટરો સહિતની સાધનસામગ્રી પૂરતી સંખ્યામાં પૂરી પાડવા સરકાર નિષ્ફળ નિવડી છે.

કેન્દ્ર સરકારે દેશની સુરક્ષા અને નાગરિકોની સવાઁગી ઓળખનાં એક આધારભૂત પૂરાવા રૂપે ગત વર્ષથી દેશના તમામ નાગરિકોને આધાર કાર્ડ આપવાની કામગીરી માટે રાજ્યોને ગ્રાન્ટો ફાળવી હતી. ગુજરાતનાં તમામ જિલ્લાઓમાં પણ આધાર કાર્ડ માટે કામગીરી શરૂ કરવામાં આવી હતી. આધાર કાર્ડ ઇસ્યૂ કરવાની કામગીરી માટે સરકાર દ્વારા પૂનાની ખાનગી એજન્સીને સોંપવામાં આવી હતી. જો કે પ્રારંભે ૨૦૧૨માં ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં એજન્સી દ્વારા આધાર કાર્ડ માટેની પ્રક્રિયા ચાલૂ કરાઇ હતી, પરંતુ ત્યાર બાદ છેલ્લા ચાર માસથી આ કામ ગોકળ ગાયની ગતિએ કરાતાં નાગરિકો હેરાન થઇ રહ્યા છે. જેની પાછળ આધાર કાર્ડ ઇસ્યૂ કરવા માટે અપૂરતા સાધનો હોવાનું જાણવા મળે છે.

પાંચે તાલુકાઓ ધરમપુર, પારડી , ઉમરગામ અને વલસાડમાં આધાર કાર્ડ માટે ૨૬૦ મશીન કમ્પ્યૂટર સહિત ઉપલબ્ધ હોવાં જરૂરી છે. જેની સામે હાલે એજન્સીઓ પાસે માત્ર ૩૯ મશીન હોવાથી આધાર કાર્ડ એનરોલમેન્ટની કામગીરી ખોટકાઇ રહી છે. નાગરિકો તાલુકા મથકોએ આધાર કાર્ડ નોંધણી કેન્દ્રમાં જાય ત્યારે લાંબી કતારમાં ઊભા રહેવાની નોબત આવી રહી છે.જેને લઇ મર્યાદિત અરજદારો માટે જ આધારકાર્ડની નોંધણીનું કામ શક્ય બની રહ્યું છે. સરકાર ખાનગી એજન્સીઓને આધાર કાર્ડ નોંધણીની કામગીરી ઝડપથી કરવા માટે તાકીદ કરતી નથી.

પરિણામે હોતા હૈ ચલતા હૈ જેવી સ્થિતિ સજૉઇ છે.

હાલમાં કાર્ડ નોંધણી માટે ટોકન પધ્ધતિ અમલી
વલસાડ તાલુકા મામલતદાર કચેરી ખાતે આધાર કાર્ડ નોંધણી કેન્દ્રમાં નાગરિકોનાં ધસારાને પહોંચી વળવા માટે ટોકન પધ્ધતિ અમલમાં મૂકાઇ છે. આધાર કાર્ડ માટે આવતાં નાગરિકોને વિના મૂલ્યે ફોર્મ અને ટોકન આપવામાં આવે છે. ટોકન ઉપર આધાર કાર્ડની નોંધણી માટે તારીખ આપી દેવામાં આવે છે. જેથી દિવસ દરિમયાન ટોકન લઇને આવતાં નાગરિકોને આધાર કાર્ડની નોંધણી કરી આપવામાં આવે છે.

સીધી વાત- એસ.આર. પરમાર
ઈન્ચાર્જ આધાર કાર્ડ નોંધણી, વલસાડ

રાજ્ય સરકારને જાણ કરાઇ છે
આધાર કાર્ડની નોંધણીની કામગીરી સરકાર દ્વારા સીધી થાય છે કે કેમ?
ના, આ કામગીરી માટે રાજ્ય સરકાર દ્વારા પૂનાની ખાનગી એજન્સીને કામ સોંપવામાં આવ્યું છે.
આધાર કાર્ડની કામગીરી અત્યંત ધીમી ગતિએ કેમ થાય છે?
રાજ્ય સરકાર દ્વારા નિયૂકત એજન્સી પાસે પૂરતાં સાધનો નથી. ફોટા પાડવા અને ફિન્ગર િ•ન્ટના મશીનોની સંખ્યા જરૂરિયાત પ્રમાણે ઉપલબ્ધ નથી.
જિલ્લામાં કેટલાં સાધનો આધાર કાર્ડ નોંધણી માટે અપાયાં છે?
વલસાડ જિલ્લામાં આધાર કાર્ડની વ્યાપક કામગીરી માટે કુલ ૨૬૦ જેટલાં મશીનની આવશ્યકતા છે પરંતુ તેની સામે માત્ર ૩૯ મશીનો જ ઉપલબ્ધ છે.
મુશકેલીનાં ઉપાય માટે શું કરાશે?
જિલ્લા વહીવટી તંત્ર દ્વારા રાજ્ય સરકારને જાણ કરાઇ છે. સરકાર દ્વારા નિરાકરણ થશે.

૦૬
માસથી કામગીરી ચાલી રહી છે
૦૫
તાલુકામાં અભિયાન હાથ ધરાવાનું હતું
૨૬૦
કમ્પ્યૂટર મશીનની જરૂર હતી
૩૯
કમ્પ્યૂટર જ ફાળવાયા