સ્કોપની પરીક્ષામાં ફીયાસ્કોના મામલે એક બીજા ઉપર આક્ષેપો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
( પરીક્ષા સમયે કમ્પ્યૂટર ખોટકાતા હાર્ડવેર દ્વારા કમ્પ્યૂટરમાં વાયરસની અસર )

સ્કોપની પરીક્ષમાં ફીયાસ્કોના મામલે એક બીજા ઉપર આક્ષેપો
વિદ્યાર્થીઓએ ભરેલી ફી તથા આવવા જવાના ખર્ચની માગણી કરી

વલસાડ: વલસાડના કોલેજ કેમ્પસમાં આવેલા પીજી ભવનમાં રવિવારે સ્કોપની પરીક્ષા લેવાનું બે થી ત્રણ મહિના અગાઉ નક્કી કરવામાં આવ્યું હતું. પરંતુ તે મુજબ સ્કોપની પરીક્ષા લેનાર મેનેજમેન્ટ દ્વારા કોઈ આગોતરી તૈયારી કરવામાં આવી ન હતી. સવારે પરીક્ષાર્થીઓ પરીક્ષા આપવા માટે આવી પહોંચ્યા હતા ત્યારે કોલેજના વર્ગખંડમાં કોમ્પ્યુટરો રિપેર થઈ રહ્યા હતા. સવારે 8:00 વાગ્યાથી કોલેજ પર આવેલા પરીક્ષાર્થીઓની પરીક્ષા બપોરે 12:00 વાગ્યા સુધીમાં પણ ન લેવાતા તેઓમાં આક્રોશ ફાટી નીકળતા વિદ્યાર્થીઓએ ફોર્મ દીઠ ભરેલી રૂા. 250 અને આવવા જવાના માટેના ખર્ચની રકમની માંગણી કરી હતી.

પરંતુ એકઝામીનરે ઈન્કાર કર્યો હતો. જેથી વિદ્યાર્થીઓ પરત ફર્યા આ પરીક્ષા મામલે આટર્સ કોલેજે માત્ર કોલેજની લેબ પુરી પાડવાની જ જવાબદારી હોવાનું જણાવી પોતાના હાથ ઉંચા કરી લીધા હતા. જયારે બીજી તરફ સ્કોપની કેસીજી સંસ્થા કહે છે કે,આર્ટસ કોલેજના કોમ્પ્યુટરો ગુજરાત સરકારે ફાળવેલા અને તે પણ સાત વર્ષ જુના હોવાથી તેમાં જુના હાર્ડવેર અને વાઈરસ હોવાથી પરીક્ષા લઈ શકાય ન હતી.
આર્ટસ કોલેજની કોમ્પ્યૂ. લેબની જવાબદારી
સ્કોપ સંસ્થાના જવાબદાર એકઝામીનરોએ આગલા દિવસે જ આવી જવાની જરૂરી હતી. રવિવારે સ્કોપની પરીક્ષા ન લેવાઈ તે માટેની તમામ જવાબદારી સ્કોપ સંસ્થાની છે. પરીક્ષાની તમામ જવાબદારી સ્કોપ સંસ્થાની છે. > ઘનશ્યામ બુટાણી, આચાર્ય
પરીક્ષા સમયે કોમ્પ્યૂ.માં વાયરસની અસર
પરીક્ષા લેવાના પ્રારંભે જાણવા મળ્યુ કે, કોમ્પ્યૂટરોમાં વાયરસની અસર છે. જેના કારણે પરીક્ષા લેવાઈ ન હતી. જે પરીક્ષાર્થીઓ બાકી રહી ગયા હોય તેમની મંગળવારે લેવામાં આવશે. વલસાડ કોલેજ અમને જાણ કરશે. > હિતેશ ધાનકે, એકઝામ કો-ઓિર્ડનેટર
વધુ ફોટો જોવા સ્લાઈડ સ્ક્રોલ કરતાં જાવ..