તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સીઓએ ઉપવાસ પર બેસેલી બે મહિ‌લાઓને પારણાં કરાવ્યાં

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- મહિ‌લાઓ એમની ચાની લારી યથાવત સ્થાને રાખી શકશે એવી પાલિકાની બાંહેધરી

વલસાડ પાલિકાએ લુહાર ટેકરા નજીક ત્રણ રસ્તા આગળ ચાની લારી અને કેબિન દૂર કરવાની ઘટના સદર્ભે ૧૧ દિવસથી આમરણાંત ઉપવાસ પર ઉતરેલી બે મહિ‌લાઓને પ્રાંત અધિકારીની દરમિયાનગીરી બાદ શુક્રવારે સિવિલ હોસ્પિટલમાં બંને મહિ‌લાઓને સીઓએ જયુસ પીવડાવી પારણાં કરાવતા સમગ્ર મુદ્દાનો સુખદ અંત આવ્યો છે.

વલસાડનાં લુહાર ટેકરા સામે ચાની લારી પાલિકાએ હટાવી લીધા બાદ ઉષાબેન પટેલ અને નયનાબેન પટેલે પાલીકાનાં અત્યાચાર સામે છેલ્લા અગિયાર દિવસથી આમરણાંત ઉપવાસ શરૂ કર્યા હતા.બંને ઉપવાસી મહિ‌લાઓએ પાલિકા પ્રમુખ સોનલ સોલંકીના કહેવાથી લારી દૂર કરાઇ હોવાનો આક્ષેપ કરી તેમને પ્રમુખપદેથી દૂર કરવાની માગણી પણ કરી હતી. ઉપવાસી બંને મહિ‌લાઓની તબીયત લથડતા તેમને સિવિલમાં દાખલ કરાયા હતા. જયાં શુક્રવારે પ્રાંત અધિકારી ડી.એમ.સોલંકીએ સિવિલ હોસ્પિટલમાં દાખલ બંને ઉપવાસી મહિ‌લાઓની મુલાકાત લઇ તબીબો સાથે ચર્ચા કરી હતી.

સાંજે પ્રાંત અધિકારી સોલંકી,મામલતદાર સી.પી.પટેલ, માજી પાલિકા પ્રમુખ રાજુ મરચાં સહિ‌ત પાલિકા સભ્યોની ઉપસ્થિતિ વચ્ચે સીઓ કિરીટ પટેલે બંને ઉપવાસી મહિ‌લાઓને જયુસ પીવડાવી પારણાં કરાવ્યા હતા. પાલિકા સીઓ કિરીટ પટેલે આ બંને મહિ‌લાઓ પોતાના જૂના સ્થાને લારી ચલાવી શકશે,એવી લેખિતમાં બાંહેધરી આપી હતી. જોકે ભવિષ્યમાં શહેરનાં વિકાસની કામગીરી સમયે તેમને લારી હટાવવી પડશે.