વલસાડના બે વોર્ડમાં ચૂંટણીનો બહિષ્કાર, રહીશોમાં ભારેલો રોષ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- વોર્ડ નં. ૨ અને ૧૧માં સાફસફાઇ, ડ્રેનેજ લાઇન લિકેજ, મચ્છરોનો ઉપદ્રવ તથા શંખેશ્વર એપાર્ટમેન્ટની તૂટેલી ડ્રેનેજ લાઇનને લઇ ગંદુ પાણી ઉભરાતાં રહીશોનો વિરોધ

વલસાડ પાલિકાના વોર્ડ નં.૧૧માં ગણેશવાડી ખાતે આવેલા રાજરત્ન એપાર્ટમેન્ટ અને નં.૨માં આવતાં હનુમાન શેરીના રહીશોએ આગામી ચૂંટણીનો બહિષ્કાર કરવાનો નિર્ણય લીધો છે. શહેરના વોર્ડ નં.૧૧માં મુલ્લાવાડી નજીકના ગણેશવાડી વિસ્તારમાં આવેલા રાજરત્ન એપાર્ટમેન્ટનાં રહીશોએ મંગળવારે મોડી સાંજે ગટર લાઇન, પાણી અને સાફ સફાઇના મુદ્દે ચૂંટણીનો બહિષ્કાર કરવાનો નિર્ણય લીધો હતો. પાણીનો પુરવઠો પણ નિયમિત ન મળતો હોવાની તેમણે ફરિયાદ કરી હતી.

અહીં પાલિકા દ્વારા સાફસફાઇ કરાતી નથી અને પેવર બ્લોકનો રસ્તો પણ બનાવાયો નથી. ૫૮૦ જેટલા મતદારો ધરાવતાં આ વિસ્તારમાં પાલિકાના સભ્યો કે કર્મચારીઓ દ્વારા કોઇ કામગીરી હાથ ન ધરાતાં લોકોએ રોષ વ્યક્ત કર્યો હતો. આ ઉપરાંત વોર્ડ નં.૨ ના હનુમાન શેરીમાં શંખેશ્વર એપાર્ટમેન્ટની ડ્રેનેજ લાઇન બિનઅધિકૃત હોવાની સ્થાનિક રહીશોએ ફરિયાદ કરી પાલિકાને પણ રજુઆત કરી હોવાં છતાં કોઇ કાર્યવાહી થઇ ન હતી.

અહીંના રહીશ રણજીત મહેતા અને દિનુભાઇ દેસાઇના જણાવ્યા મુજબ ડ્રેનેજ લાઇનમાંથી ગંદુ પાણી નિકળે છે, જેનાથી મચ્છરો ઉદ્પાદન થાય છે.