• Gujarati News
  • Two More Company Scandal Inquiry About Uriya Scandal

વધુ બે કંપનીમાં યુરિયા કૌભાંડની તપાસ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

એગ્રિ‌કલ્ચર યુરિયાના મામલે એક્સાઇઝ ઇન્ટેલિજન્સની ટીમે એગ્રિ‌કલ્ચર યુરિયાના ઇન્ડસ્ટ્રિઝના ઉપયોગની તપાસ સંદર્ભે અન્ય કંપનીઓમાં પણ તપાસ હાથ ધરી છે. જેમાં વાપીની નવિન કેમિકલ અને પ્રશાંત ઇન્ડસ્ટ્રિઝમાં તેમના દ્વારા તપાસ હાથ ધરાઇ છે. જેના પગલે વાપીના ઔદ્યોગિક વતૃળમાં ભારે ચર્ચા ચાલી રહી છે.

એગ્રીકલ્ચર યુરિયાના રાજ્યવ્યાપી અભિયાનમાં અનેક કંપનીઓ સંડોવાયેલી હોવાનું જણાઇ રહ્યું છે. એક્સાઇઝ દ્વારા આ અભિયાનમાં સમગ્ર ગુજરાતભરની પ૦ જેટલી કંપનીઓમાં સઘન તપાસ હાથ ધરી છે. આ તપાસમાં તેમના દ્વારા વાપીમાં પણ વધુ બે કંપનીઓમાં તપાસ હાથ ધરી છે. થેલો કલર બાદ એક્સાઇઝ ઇન્ટેલિજન્સની ટીમે વાપીની પ્રશાંત ઇન્ડસ્ટ્રિઝ અને નવિન કેમિકલમાં જઇ ઇન્ડસ્ટ્રિયલ યુરિયાના ઉપયોગની તપાસ કરી છે. જેમાં તેમણે યુરિયાના નમૂનાની તપાસ તેમજ તેમના વિવિધ ડોક્યુમેન્ટની તપાસ કરી હતી. જેઓ દ્વારા પણ આ એગ્રિ‌કલ્ચર યુરિયાનો વપરાશ થતો હોવાનું જાણવા મળ્યું હતુ.

ડિપાર્ટમેન્ટ વાપીની ત્રણ કંપનીઓની તપાસથી અટકતું નથી. તેમના દ્વારા વાપી તેમજ સમગ્ર ગુજરાતની સીપીસી બ્યુ પીગ્મેન્ટ બનાવતી વિવિધ કંપનીઓમાં તપાસ હાથ ધરાઇ રહી છે. જેમાં તેઓ કંપનીઓના રેર્કોડ ચેક કરી રહ્યા છે.

રેકોર્ડના આધારે એગ્રિ‌કલ્ચર યુરિયાનો ઉપયોગ

સામાન્ય રીતે ઇન્ડસ્ટ્રિમાં ઉપયોગમાં લેવાતું યુરિયા રૂ.૩પ પ્રતિ કિલોનું આવે છે. જ્યારે રૂ. પ.૩પ ની કિંમતનું એગિ‌્રકલ્ચર યુરિયા તેઓ રૂ. ૧૦ પ્રતિ કિલોએ ખરીદે છે. જેના પરથી સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થઇ રહ્યો છે. વિવિધ કંપનીના બુક્સ ઓફ એકાઉન્ટ અને કંપનીના સ્ટોર રેર્કોડ પરથી આ છતું થઇ રહ્યું છે. સીપીસી બ્યુ પીગ્મેન્ટની તમામ કંપનીઓ પર એક્સાઇઝ ડિપાર્ટમેન્ટે પોતાનો સકંજો કસ્યો છે.