અનાવિલ પરિવારના બે જૂથોની મારામારી પ્રકરણમાં છની ધરપકડ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

અનાવિલ પરિવારના બે જૂથોની મારામારી પ્રકરણમાં છની ધરપકડ

પારડી તાલુકાના ટુકવાડા ગામે અનાવિલ પરિવારના બે જૂથો વચ્ચે ગત રોજે જૂની અદાવતમાં રસ્તામાં રોકી મારામારી અને દ્યરમાં દ્યુસી તોડફોડ કરી મારામારી કરી હોવાની સામ સામી ફ્રિયાદ પોલીસ મથકે નોધાયા બાદ પારડી પોલીસે મારા મારીના ગુન્હામાં સંડોવાયેલા છ આરોપીની ધરપકડ કરતા અનાવિલ સમાજમાં દોડ ધામ સાથે અનેક ચર્ચા એ જોર પકડયું હતું.

ટુકવાડા ગામે ક્રિકેટ રમવા જેવી રમતના ઝદ્યડામાં અનાવિલ સમાજના યુવકો જ એક બીજા પ્રત્યે અદાવત રાખી ગત રોજે ધર્મિ‌ન દેસાઈના દ્યરે જીગર અને તેના સાથી મિત્રો દ્યરમાં દ્યુસી તોડફોડ કરી મારામારી કરી હોવાની ધર્મી‍નનામાં કૌશિકાબેને પારડી પોલીસ મથકે ૧પ જેટલા ઈસમો સામે ફ્રિયાદ નોધાવી હતી જયારે જીગર તેના મામા સાથે બાઈક પર જઈ રહ્યો હતો ત્યારે અમર, મેહુલ ચિરાગ અને અન્ય ચારથી પાંચ ઈસમો એ ઘરે તેને અને તેના મામા ને જૂની અદાવતમાં માર માર્યો હોવાની પારડી પોલીસ મથકે જીગરે ફ્રિયાદ નોધાવી હતી.

આમ બે અનાવિલ પરિવાર મારામારી કરી સામસામી ફ્રિયાદ કરતા અનાવિલ સમાજમાં ખળભળાટ મચી જવા પામી હતી જેમાં પોલીસે બંને જૂથોના ચિરાગ ઉફ્ર્‍ે એમ દેસાઈ, અમર બી દેસાઈ, કપૂર ઉફ્ર્‍ે વિક્કી એસ દેસાઈ ધવલ જે દેસાઈ, સામે જુથે જીગર કે દેસાઈ, જતીન ડી દેસાઈની ધરપકડ જેલના સળિયા પાછળ મૂકી દીધા હતા અને એક સગીર વયના ઇસમ વલસાડ ખાતે લઇ જવાયો હોવાનું જાણવા મળ્યું છે જયારે આ મારામારી પ્રકરણ હજી ઘણા યુવકો સંડોવાયેલા હોવાનું ફ્રિયાદમાં વર્ણવાયું છે જયારે હજી પોલીસ છ ઈસમોની ધરપકડ કરી છે.