વલસાડ: પેપ્સી સ્ટ્રીપ ડ્રીપ ઇરીગેશન થકી ટામેટાનું અઢળક ઉત્પાદન

Tomatoes produced by Pepsi strip Drip Irrigation at Valsad
Bhaskar News

Bhaskar News

Apr 06, 2015, 12:01 AM IST
વલસાડ: સાહેબ આજે લોકો કહે છે, ઉત્તમ નોકરી અને કનિષ્ક ખેતી પણ આજે જે હું જે મારી સૂઝબૂઝથી ખેતી સાથે આનુસાંગિક ઉત્પાદન કરી રક્કાો છું, જેથી મને તો ઉત્તમ ખેતીનો પર્યાયજ દેખાય છે, એવું ઉમરગામ તાલુકાના સરોંડા ગામના પ્રકાશભાઇ પટેલ ગર્વથી કહી રહ્યા છે. આમ તો પ્રકાશભાઇએ આ‌ર્ટ ટીચ‌ર્સ ડિપ્લોમા (એ.ટી.ડી) કરી બે વર્ષ જેટલો સમય નોકરી કરી જોઇ, પરંતુ ખેતીમાં વધુ લગાવ હોવાને કારણે તેમણે ખેતીમાં ઝંપલાવ્યું. શરૂઆતમાં પરંપરાગત ખેતી કરી, પણ તેમાં તેઓ ઝાઝું ઉત્પાદન મેળવી શકતા ન હતા.

- પેપ્સી સ્ટ્રીપ ડ્રીપ ઇરીગેશન થકી ટામેટાનું અઢળક ઉત્પાદન
- સુઝબુઝથી આવક | રાજ્ય સરકાર દ્વારા શરૂ કરાયેલા આત્મા પ્રોજેકટ વિશે જાણકારી મળતાં પ્રકાશભાઇને ખેતીમાં નસીબ ખૂલ્યા
- ઉત્તમ ખેતીની કહેવતને સાર્થક કરતા ઉમરગામ સરોંડાના ખેડૂત પ્રકાશભાઇ પટેલ, નાના ખેડૂતો માટે પેપ્સી સ્ટ્રીપ ડ્રીપ ઇરીગેશન સસ્તી અને ફાયદાકારક

રાજ્ય સરકાર દ્વારા શરૂ કરાયેલા આત્મા પ્રોજેકટ વિશે તેઓને જાણકારી મળતાં પ્રકાશભાઇની ખેતીના નસીબ ખૂલ્યા. આ પ્રોજેકટ હેઠળ વિવિધ તાલીમો લીધી. અનુભવો મેળવ્યા અને પોતાની ખેતીમાં કષિ જ્ઞાન સાથે પોતાની કોઠાસૂઝને પણ અપનાવી. હાલમાં તેમણે પોતાની ૪૦ ગુંઠા જમીનમાં ટામેટાંની ખેતી કરી છે. જેમાં પેપ્સી સ્ટ્રીપ ડ્રીપ ઇરીગેશન કરવામાં આવ્યું છે. દોઢેક માસમાં ટામેટાનું વેચાણ ચાલુ થઇ ગયું છે. હાલ દર ત્રીજા દિવસની પ્રતિ લણણીમાં ૪ થી પ મણ ટામેટાંનું ઉત્પાદન મળી રહ્યું છે.

પેપ્સી ડ્રીપ ઈરીગેશન ફાયદાકારક, આ અંગે વધુ વિગત વાંચવા માટે આગળ ક્લિક કરો...
X
Tomatoes produced by Pepsi strip Drip Irrigation at Valsad

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી