રેલવે અધિકારીને શરત જીતવા તમાચો મારનારે હવે ધમકી આપી

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- શરતના બહારને રેલવે અધિકારીને તમાચો મારનાર રિક્ષા ચાલક જુગારનો અડ્ડો પણ ચલાવે છે
- રેલવે અધિકારીએ જુગારના અડ્ડાબંધ કરાવવા માટે અરજી કરતા અરજી પરત ખેંચી લેવા માટે ધમકી


વલસાડ ખાતે રહેતા રેલવેના એન્ટી ફ્રોડ સ્કવોર્ડના અધિકારીને શરતના બહાને તમાચો મારનાર રિક્ષા ચાલક જુગારના અડ્ડાપણ ચલાવતા હોવાની અરજી અધિકારીએ રેલવે પોલીસ મથકે કરી હતી. જે અરજી પરત ખેંચવા માટે માથાભારે રિક્ષા ચાલકે રેલવેના અધિકારીને માર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપતા પોલીસે શનિવારે ધરપકડ કરી હતી.

અબ્રામામાં લોકોશેડની નજીક સાંઈ મંદિર પાસે રહેતા અને રેલવેમાં એન્ટી ફ્રોડ સ્કવોર્ડના અધિકારી તરીકે ફરજ બજાવતા જેક ઉર્ફે જયકશિન ચીમનલાલ પરમારે ઈસ્ટ રેલવે યાર્ડમાં ધોબીઘાટ પાસે રહેતો સરફરાઝ ઉર્ફે ડબ્બો અશરફ ખાન રેલવે ક્વાર્ટરના મકાનનું તાળું તોડી અંદર જુગાર રમાડતો હોવાની ફરિયાદ અરજી વલસાડ રેલવે પોલીસને કરી રેલવે યાર્ડમાં ચાલતી જુગારની અનૈતિક પ્રવૃત્તિ બંધ કરાવવા માટે માંગ કરી હતી.

આ અંગે જાણ સરફરાઝને થતા તેણે નવા વર્ષના દિવસે સાંજે વલસાડ રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નં.૧ ની પોસ્ટ ઓફિસ પાસેથી પસાર થતા જેક પરમારને અટકાવી ફરિયાદ પાછી ખેંચવા માટે જણાવી મારામારી કરી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આ જ સરફરાઝે મિત્રો સાથે લગાવેલી શરતમાં જેક પરમારને હેપ્પી ન્યુ યર કહી ગાલ પર તમાચો મારી ફરાર થઈ ગયો હતો. હાલમાં વલસાડ રેલવે પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદમાં પોલીસે સરફરાઝની ધરપકડ કરી છે.