તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

એસટી બસના વ્હીલમાં આવી જતાં સરભોણની વૃદ્ધાનું મોત

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

બારડોલી તાલુકાના સરભોણ ગામે વહેલી સવારે એસટી બસમાંથી એક વૃદ્ધા ઉતરી પાછળના ભાગેથી રસ્તો ક્રોસ કરતી હતી તે વેળાએ પાછળના વ્હીલમાં આવી જતાં અકસ્માત સર્જાયો હતો. જેમાં વૃદ્ધાનું મોત નીપજ્યું હતું. પોલીસના જણાવ્યા મુજબ બારડોલી તાલુકાના સરભોણ ગામે ખત્રી ફિળયામાં રહેતી મોંઘીબહેન શુક્કરભાઈ રવજીભાઈ હળપતિ (૮૦) સોમવારના રોજ બારડોલી એસટી ડેપોની બસ નં (જીજે-૧૮વાય-૪૩૧૭) રાજપીપળાથી નવસારી જતી બસમાં વૃદ્ધા બાળકોથી બેસી પરત ઘરે આવી હતી.સરભોણ ગામે લાયબ્રેરી બસ સ્ટોપ પર સોમવારે વહેલી સવારે ૯.૩૦ વાગ્યે ઉતરી હતી. અને બસની પાછળથી રસ્તો ક્રોસ કરવા જતાં બસનો ચાલકે પાછળના વ્હીલમાં કચડી નાંખતા સરાવાર અર્થે સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં લઈ જતાં હતાં.