શિક્ષિકા બેડ પર ચત્તી સૂતી હતી ત્યારે પતિએ પાછળથી મોઢું દબાવી દીધું હતું

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

શિક્ષિકા બેડ પર ચત્તી સૂતી હતી ત્યારે પતિએ પાછળથી મોઢું દબાવી દીધું હતું
વાસણ ઘસવા અને જમવા બાબતે તકરાર થતા પતિએ આવેશમાં જઈ ભરેલું પગલું


વલસાડના સરસ્વતી ઈન્ટરનેશલ સ્કૂલના શિક્ષિકાના હત્યા કેસમાં પોલીસ રિમાન્ડ દરમિયાન પતિએ પોતે જ હત્યા કરી હોવાની કબૂલાત કરી લીધી છે. જો કે રિમાન્ડ પૂર્ણ થયા બાદ પોલીસે ર્કોટમાં રજૂ કરતા નામદાર ર્કોટે જયુ કસ્ટડીમાં ધકેલી દેવાનો હુકમ કર્યો હતો.

વલસાડની શિક્ષિકા ભાવિનીબેનના લગ્ન ડુંગરી ધરાસણા રોડ પર રહેતા ભુપેન્દ્ર મોહનભાઈ ભંડારી સાથે વર્ષ ૨૦૧૧માં થયા હતા. દર શનિ અને રવિવારની ભાવિનીબેનની બંને નણંદો રાજેશ્રી અને સંગીતા પણ ઘટનાના દિને શનિવારે બપોરે ઘરે આવી પહોંચી હતી. બાદમાં સાંજે ભાવિનીએ પરિવારજનો માટે રસોઈ પણ બનાવી, પરંતુ જમવાના સમયે ભાવિની ભોજન આરોગ્યા વિના બેડરૂમમાં ગયા હતા.

બાદમાં અધૂરૂ ભોજન છોડી પતિ ભુપેન્દ્ર પણ બેડરૂમમાં પહોંચી ગયો હતો. જ્યાં બંને વચ્ચે તકરાર થઈ હતી. દરમિયાન ભાવિની ચત્તી થઈને બેડ પર સૂઈ ગઈ હતી. ત્યારે મોં ઓશિકું પર હોવાથી આવેશમાં આવી ગયેલા ભુપેન્દ્રએ ભાવિનીને પાછળથી બંને હાથ વડે માથું બરાબર ડાબી રાખી જ્યાં સુધી ભાવિનીનું મોત ન નીપજાવી દીધું હતું. બાદમાં ભુપેન્દ્રએ આ ઘટનાને આત્મહત્યામાં ખપાવી દેવાનો પ્રયાસ કરી પોલીસને પણ ગેર માર્ગે દોરી હતી. જેથી પોલીસે ભાવિનીબેનના પિતા ભરતભાઈની ફરિયાદ લઈ ભુપેન્દ્ર સામે હત્યાનો ગુનો દાખલ કર્યો હતો.

વધુ વિગત વાંચવા માટે ફોટા પર ક્લિક કરો....