તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શિક્ષિકા છેડતી મામલોઃ પગલા નહીં લેવાતા શિક્ષિકાઓ લડતનાં માર્ગે

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- આચાર્યને હજુ સુધી ફરજ મૌકૂફ ન કરાતા શિક્ષિકાઓએ ડીએસપીનાં દ્વાર ખખડાવ્યાં
- શિક્ષિકાની છેડતી મુદ્દે આમરણાંત ઉપવાસની ચીમકી ઉચ્ચારાઇ


ઉદવાડાની શેઠ પી.પી.મિસ્ત્રી હાઈસ્કૂલના આચાર્ય દ્વારા થયેલી શિક્ષિકાઓની છેડતીના મામલે ટ્રસ્ટી મંડળ કે ડીઈઓ દ્વારા કોઈ પગલા ન લેવાતા ચાર શિક્ષિકા બહેનોએ શનિવારે વલસાડ ડીએસપીને રજૂઆત કરી મહિ‌લાઓની જાતીય સંતામણીના ગંભીર મામલે તપાસ કરવામાં ન આવે તો આમરણાંત ઉપવાસ પર ઉતરવાની ચીમકી આપતા શિક્ષણ જગત હચમચી ગયું છે.

ઉદવાડા વિભાગ સાર્વજનિક કેળવણી મંડળ સંચાલિત શેઠ પી.પી.મિસ્ત્રી હાઈસ્કૂલમાં ફરજ બજાવતી શિક્ષિકાઓ ઉષાબેન પટેલ, વસુંધરા ટંડેલ, પદમીશા ટેલર અને કવિતા ટંડેલની સાથે શારિરીક છેડછાડ કરી જાતીય સતામણી કરનાર આચાર્ય શૈલેશ જરીવાલા સામે શિક્ષિકાઓએ પારડી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા ધરપકડ થઈ હતી. ત્યારબાદ પણ ટ્રસ્ટી મંડળ દ્વારા કોઈ પગલાં ન ભરાતા શિક્ષિકાઓ રોષે ભરાઈ શનિવારે ડીએસપીને કરેલી લેખિત રજૂઆતમાં જણાવ્યું હતુ કે, આચાર્ય શૈલેષ જરીવાલા સામે ગંભીર ગુનો નોંધાયેલો હોવા છતાં તેની સામે આજદીન સુધી કોઈ પગલાં લેવાયા નથી. આ પ્રકારનું ગંભીર કૃત્ય કરનારને આચાર્યના હોદ્દા પરથી ન દૂર કરાય તો આમરણાંત ઉપવાસ ઉપર ઉતરવાની પણ તૈયારી છે.

- નિયમો માત્ર સ્ટાફ માટે આચાર્ય માટે કોઈ નહીં?

આચાર્ય શૈલેષ જરીવાલાએ નોટિસ કાઢી વર્ગખંડ તેમજ શાળા પરિસરમાં તમામના મોબાઈલ ફોન ઉઘરાવી ઓફિસમાં જમા કરાવી દીધા હતા, પરંતુ પોતે કલાકો સુધી શાળાના મેદાનમાં મોબાઈલ ફોન પર વાત કરી નિયમોનું ઉલ્લઘંન કરતા આવ્યા છે. ત્યારે તેમને કેમ કોઈ નિયમ લાગું પડતા નથી. ઉષાબેન પટેલ, શિક્ષિકા

- વિદ્યાર્થિ‌નીઓના જાતીય શોષણ તરફ ઈશારો કર્યો

શિક્ષિકાઓની જાતીય સતામણી કરનાર આચાર્ય શૈલેષ જરીવાલાને હજુ સુધી દૂર ન કરી કેળવણી મંડળે આવા આચાર્યના હાથમાં વિદ્યાર્થીઓનું ભાવિ સોંપ્યું છે. તેવા સંજોગોમાં ભિવષ્યમાં કોઈ વિદ્યાર્થિ‌ની આચાર્યના શોષણનો ભોગ ન બને તેની શું ખાતરી? આ પ્રશ્ન દરેક માતા પિતાને સતાવી રહ્યો છે. પદમીશા, શિક્ષિકા

- ખુરશીઓ છીનવી લઈ ભણાવવાની ફરજ

પ જુલાઈના રોજ અમે શાળામાં વિદ્યાર્થીઓને ભણાવતા હતા ત્યારે વર્ગખંડમાંથી ખુરશીઓ છીનવી લઈ અમોને ઊભા રહીને દિવસભર ભણાવવાની ફરજ આચાર્ય અને મંડળ દ્વારા પડાઈ હતી. જેને પગલે અમોને શારિરીક અને માનસિક ત્રાસ વેઠવો પડી રહ્યો છે. કવિતા ટંડેલ, શિક્ષિકા

- હિ‌ન્દી ફિલ્મોમાં પૂછાતા પ્રશ્નો સભ્યોએ પૂછયાં

ડીઈઓએ નિમેલી તપાસ સમિતીના સભ્યો શિક્ષણ નિરીક્ષક જયેશ પટેલ અને રમીલા પટેલે શિક્ષિકાઓની જ વિચિત્ર પ્રકારની પૂછપરછ કરી નર્લિજ પ્રકારના પ્રશ્નો પૂછી સ્ત્રીની ગરિમાને લજવી છે. તેવું શિક્ષિકાઓએ જણાવ્યું હતું.

- સીધી વાત
ઠાકોરભાઇ પટેલ
ચેરમેન, સાર્વ.કેળવણી મંડળ, ઉદવાડા

આ મામલે મંડળ દ્વારા શુ કાર્યવાહી કરવામાં આવી છે?
મંડળ અને ડીઈઓ કચેરી દ્વારા નિમાયેલી સમિતી દ્વારા તપાસ ચાલી રહી છે.
હજુ સુધી આચાર્યને હોદ્દા પરથી કેમ દૂર કરવામાં આવ્યા નથી?
આ પોલીસ કેસ હોવાથી અને તપાસ પણ ચાલુ હોવાથી હાલ દૂર કરી શકાય તેમ નથી.
મંડળ આ મામલે શું કાર્યવાહી કરવા ઈચ્છી રહ્યું છે?
તપાસ સમિતી સીલ પેક કવરમાં રિપોર્ટ ર્કોટને રજૂ કરશે ત્યારબાદ ર્કોટ જે નિર્ણય લે તે માન્ય રખાશે.

- સીધી વાત
ડી.જી.પટેલ
શિક્ષણ અધિકારી, વલસાડ

આ કેસની તપાસમાં આચાર્ય દોષિત જણાઈ છે કે કેમ?
ફરિયાદ કરનાર શિક્ષિકા બહેનોની રજૂઆત માત્ર મૌખિક છે કોઈ આધાર પૂરાવા નથી. જેથી પ્રાથમિક તપાસમાં આચાર્ય દોષિત છે કે કેમ તે કહી શકાય નહી.
આચાર્ય સામે હાલ શું કાર્યવાહી કરવામાં આવી રહી છે?
ખાતાકીય તપાસ અને પોલીસ તપાસ બંને ચાલી રહી છે. જેનો રિપોર્ટ આવ્યા બાદ ર્કોટને સુપ્રત કરાશે.
હજુ સુધી આચાર્યને કેમ ફરજ મૌકુફ કરવામાં આવ્યા નથી?
આ નિર્ણય મંડળે લેવાનો હોય છે પરંતુ આ મામલે હવે ર્કોટ જ નિર્ણય લઈ શકે તેમ છે.
આ પ્રકારના ગુનામાં આચાર્યને સસ્પેન્ડ કરવાની સત્તા ડીઈઓ પાસે છે કે નથી?
જો આચાર્ય ૪૮ કલાક જેલમાં રહ્યા હોત તો તેમને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવાનો હુકમ કરવામાં આવ્યો હતો. પરંતુ આચાર્ય ૧૨ કલાકમાં જ જામીન પર છૂટી ગયા હતા.
સમિતીના સભ્યએ નર્લિજ પ્રશ્નો શિક્ષિકાઓને પૂછયા હતા કે કેમ?
ના, આ વાત ઉપજાવી કાઢવામાં આવી છે.