Pix: 'તારક મહેતા કા ઊલ્ટા ચશ્મા’ની ટીમે કંઇક અલગ જ અંદાજે કર્યો ચૂંટણી પ્રચાર

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

વલસાડના રામરોટી ચોક મેદાન પર રવિવારે સાંજે \'તારક મહેતા કા ઊલ્ટા ચશ્મા’ ફેમ ગટુ કાકા (ડાબેથી ત્રીજા), બાગા (ડાબેથી પાંચમાં), અબ્દુલ સોડાવાલા (ડાબેથી છઠ્ઠો) અને ઐયરની એન્ટ્રીને લઈ મોટી ભીડ જામી હતી. જેમાં તેમણે લોકો સમક્ષ સિરીયલ સ્ટાઈલમાં એક-એક ડાયલોગ પણ બોલ્યા હતા. આ પ્રસંગે તેમણે વલસાડ શહેરના લોકોને ભારે મતદાન કરવા અપીલ કરી હતી.

લોકસભાની ચુંટણીના પ્રચાર માટે રાજકીય પક્ષો દ્વારા ફિલ્મી અને ટીવી કલાકારોને પણ મેદાનમા ઉતારવામા આવી રહ્યાં છે. ત્યારે આજે ભારતીય જનતા પાર્ટી વતી ટીવી સીરીયલના કલાકારો તારક મહેતા, જેઠાલાલ અને ટપુડાએ રોડ શો કર્યો હતો.ટીવી સીરીયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના કલાકારો અને જાણિતા પાત્રો જેઠાલાલ, તારક મહેતા અને ટપુડો  ભાજપના પ્રચાર માટે ખુલ્લી જીપમા રોડ શો કર્યો હતો અને શહેરના મુખ્ય માર્ગો પર ફર્યા હતા.

\'તારક મહેતા કા ઊલ્ટા ચશ્મા’ની ટીમની એક ઝલક જોવા ઉમટ્યું આખું વલસાડ,તસવીરો જોવા આગળ ક્લિક કરો...