સ્વામી સમર્થ સંપ્રદાય દ્વારા સાફસફાઈ કરવામાં આવી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
( સેલવાસમાં સફાઇ કામગીરી રહી રહેલા સ્વામી સમર્થ સમુદાયના સભ્યો )
સ્વામી સમર્થ સંપ્રદાય દ્વારા સાફસફાઈ કરવામાં આવી
200 થી વધુ સભ્યો સાફ સફાઇ અભિયાનમાં જોડાયા

સેલવાસ: દાદરા અને નગર હવેલીમાં રવિવારે સ્વામી સમર્થ સમુદાયના અનેક લોકો દ્વારા સેલવાસના વિવિધ વિસ્તારમાં સાફ સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં 200થી વધુ સેવાભાવી સદસ્યો જોડાયા હતા.દાદરા અને નગર હવેલીમાં આજે સ્વામી સમર્થ સંપ્રદાયના અનેક સેવાભાવી સભ્યો દ્વારા રવિવારે સેલવાસમાં વિવિધ વિસ્તારો જેવા કે આમલી, િકલવણી, ઝંડાચોક, કલેકટર કચેરી સહિતના વિસ્તારોમાં રવિવારે 200 સભ્યો હાથમાં ઝાડું લઇને સાફ સફાઈ અભિયાનમાં જોડાયા હતા. સેલવાસમાં વાપી ઉમરગામ સહિતના અનેક વિસ્તારોમાંથી આવેલા સદસ્યોની 20 જેટલી ટીમો બનવવામાં આવી અને સેલવાસના અનેક વિસ્તારમાં સાફસફાઈ કરવામાં આવી હતી.સ્વામી સમર્થ સંસ્થાન સાથે જોડાયેલા અનેક લોકો દ્વારા જણાવાયું છે કે, સ્વચ્છતા હોય છે ત્યાં પ્રભુ વાસ કરે છે. જેથી દરેક લોકોએ સ્વચ્છતા જાળવી જોઈએ. સેલવાસમાં આજે અનેક લોકો સાફસફાઈ અભિયાનમાંm જોડાયા હતા.