• Gujarati News
  • Surat Incometax Commissioner In Charge As Commissioner In Valsad

વલસાડ ઈન્કમટેક્સ કમિશનર તરીકે સુરતના કમિશનરને હવાલો

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- પ૦૦ કરોડના ટાર્ગેટ ધરાવતી વલસાડ ઓફિસમાં માત્ર ઇન્ચાર્જની નિમણુંક

વલસાડ આઈટી કમિશનરની બદલી થતાં તેમની ખાલી પડેલી જગ્યાનો હવાલો હાલ સુરતના કમિશનરને જ આપવામાં આવ્યો છે. પ૦૦ કરોડનો ટાર્ગેટ ધરાવતી આ કચેરીનો હવાલો સુરતને અપાતાં વિભાગની કામગીરીને મોટી અસર પહોંચે એવું લાગી રહ્યું છે.

ઇન્કમટેક્સ ડિપાર્ટમન્ટના મે-જૂનમાં ઉચ્ચ અધિકારીની રાજ્યવ્યાપી બદલીનો દોર ચાલ્યો હતો. જેમાં વલસાડ આઈટીના મુખ્ય કમિશનરની બદલી થતાં તેમની જગ્યા ખાલી પડી હતી. જેમની રેગ્યુલર પોસ્ટના બદલે વલસાડનો ચાર્જ સુરતના કમિશનર રાજીવ અગ્રવાલને સોંપાયો છે. જેઓ સમગ્ર વલસાડ-નવસારી અને દમણ-સેલવાસનો હવાલો સંભાળશે. આ ઓફિસનો ટાર્ગેટ પ૦૦ કરોડથી પણ વધુનો છે. જેમાં વલસાડનો ટાર્ગેટ ૩પ કરોડનો, વાપીનો ૩પ૦ કરોડનો અને નવસારીનો ટાર્ગેટ ૧૨૦ કરોડ છે. આટલું મોટું કાર્યક્ષેત્ર ધરાવતી કચેરીનો હવાલો સુરતના અધિકારીને સોંપવામાં આવ્યો છે.

વલસાડમાં ફરજ બજાવતા એડિશનલ કમિશનર દિનેશ સીંગની પણ બદલી તેમની ન્યાયિક કામગીરી જોઇને વાપી કરી છે. જેમની જગ્યાએ સુરતના અધિકારીને નિયમિત પોસ્ટ અપાઇ છે. જો કે, સીઆઇટીની ખાલી પડેલી પોસ્ટનો પણ હંગામી હવાલો સુરતના કમિશનરને જ આપ્યો છે.ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટે ગત વર્ષે કરેલા સરવે અને સર્ચને કારણે વલસાડ જિલ્લો પણ હવે લાઇટમાં આવ્યો છે. ત્યારે આ ડિપાર્ટમેન્ટના વિસ્તારના બદલે તેને સીમિત બનાવાઇ રહ્યો છે. જેની વ્યાપક ચર્ચા ચાલી રહી છે.

- સીઆઇટીનો હંગામી હવાલો પણ સુરતને સોંપાયો

વલસાડ જિલ્લાના ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટમાં કમિશનર ઓફ અપીલની જગ્યા પણ ખાલી પડતાં તેનો હંગામી હવાલો સુરતના પ્રસન્નજીત સીંગને સોંપાયો છે. વલસાડમાં દર વર્ષે ૪૦૦થી વધુ કેસો આવે છે, ત્યારે આટલા કામના ભારણ સામે અહીં રેગ્યુલર અધિકારી ન હોય, તો કરદાતાએ ભારે હાલાકી ભોગવવી પડશે. આ પોસ્ટ પર કામનું ભારણ વધારે રહેતું હોય છે, ત્યારે અહીં કાયમી અધિકારી ન હોય, તો અપીલ કરી હોય એવા કરદાતાએ ધરમ ધક્કા ખાવા પડશે.