રામવાડી રાયોટીંગ કેસમાં આરોપીઓ દ્વારા પથ્થરમારો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એક ફરિયાદમાં પોલીસે તમામની ધરપકડ કરી જયારે સામાપક્ષની ફરિયાદમાં ૧પ પૈકી એકને પણ ન પકડયા

વલસાડના રામવાડી ખાતે થયેલા રાયોટીંગ કેસમાં પોલીસ શરૂઆતથી જ એક પક્ષના લોકોની ધરપકડ કરી રહી છે જયારે સામાપક્ષના ૧પ આરોપીઓ પૈકી એક પણ આરોપીઓની ધરપકડ ન થતા બેખૌફ બનેલા આરોપીઓ ભોગ બનનારના ઘર પર પથ્થરમારો કરી રહ્યા હોવાની ફરિયાદ સ્થાનિક મહિ‌લાઓએ ડીએસપીને કરી છે. પ્રાપ્ત વિગત મુજબ, વલસાડના રામવાડી ખાતે તા.૧૦ મે ના રોજ જૂની અદાવતમાં બે પક્ષકારો વચ્ચે મારામારી થઈ હતી. જેમાં પદમાબેન શંકરભાઈ એ જે આરોપીઓ સામે ફરિયાદ નોંધાવી હતી.

આ કેસમાં સિટી પોલીસે તમામ આરોપીઓની ધરપકડ કરી લીધી છે. પરંતુ સામા પક્ષે પ્રતિક સુરેશ પટેલે ૧પ આરોપીઓ સામે નોંધાવેલી ફરિયાદમાં હજુ સુધી સિટી પોલીસે એક પણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી નથી. જેને પગલે આરોપીઓ બેફામ બનતા હાલમાં તેઓ નીરૂ મુકેશ પટેલ, માયા સુરેશ પટેલ અને કલા ભાણા પટેલના ઘર ઉપર રાત્રિ દરમિયાન પથ્થરમારો કરી ભયનું વાતાવરણ ફેલાવતા આવ્યા છે. જેથી આ ત્રણેય મહિ‌લાઓએ ગુરૂવારે વલસાડ ડીએસપીને લેખિત રજૂઆત કરી ૧પ આરોપીની ધરપકડ કરવા માગ કરી છે.