તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મોટી તંબાડીમાં ઔદ્યોગિક એકમ શરૂ કરવા સામે વિરોધ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- જિલ્લા પર્યાવરણ બચાવ પરિવાર ટ્રસ્ટ દ્વારા કલેકટરને રજૂઆત

પારડી તાલુકાનાં મોટી તંબાડી ગામમાં ખેતીની જમીનને નષ્ટ કરી કેટલાક ઇસમો ઔદ્યોગિક એકમો કે રહેણાંક પ્રવૃતિ શરૂ કરવાની પેરવી કરી રહ્યા છે.જેના પગલે ગામમાં વિવિધ સમસ્યાઓ ઉપસ્થિત થવાની અને હજારો એકર જમીનને નુકશાન થવાની સાથે નજીકની રાતા ખાડી પ્રદૂષિત થવાની સંભાવનાના પગલે આ પ્રવૃતિ તાત્કાલીક અસરથી બંધ કરવાની માગણી પર્યાવરણ બચાવ ટ્રસ્ટ નાની તંબાડી દ્વારા જિલ્લા કલેકટરને કરવામાં આવી છે.

વલસાડ જિલ્લા પર્યાવરણ બચાવ પરિવાર ટ્રસ્ટ, નાની તંબાડી દ્વારા જિલ્લા કલેકટરને કરવામાં આવેલી રજૂઆતમાં જણાવ્યા મૂજબ મોટી તંબાડીમાં ખાતા નંબર ૩૦પ અને ૭૧૮નાં વિવિધ સર્વે નંબરો વાળી જમીનમાં હાલે ઔદ્યોગિક એકમો કે રહેણાંક પ્રવૃત્તિ શરૂ કરવાની પ્રવૃતિના પગલે આવનારા સમયમાં હજારો એકર ફળદ્રુપ જમીન બીન ખેતીની પ્રવૃતિના પગલે નાશ થવાની અને નજીકની રાતા ખાડીનાં પાણી પ્રદુષિત થવાની શકયતા રહેલી છે.ઉપરાંત તમામ જમીન ખેતી વિષયક હોય બીન ખેતીના હેતુ માટે વાપરી શકાય નહીં. છતા થઇ રહેલી પ્રવૃતિને તાત્કાલીક અટકાવવા કાર્યવાહી કરવાની માંગણીનો ઉલ્લેખ રજૂઆતમાં કરાયો છે.