તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Sohail Apahyata Daman Police Made ​​7 Investigation Team

અપહ્યત સોહિ‌લની તપાસમાં દમણ પોલીસે ૭ ટીમ બનાવી

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
-અપહ્યત સોહિ‌લની તપાસમાં દમણ પોલીસે ૭ ટીમ બનાવી
-પોલીસ ૭ જેટલા સમીકરણો લગાવી રહી છે, જેના માટે જુદી જુદી ટીમ રવાના કરાઇ છે
દમણમાંથી પ્લેટિનમ સિન્થેટીક્સના માલિક હનીફ હિગોળાના પુત્ર સોહિ‌લ હિંગોળાનું અપહરણ થયા બાદ પોલીસને હજુ સુધી કોઇ સફળતા હાથ લાગી નથી. આ અપહરણ પાછળ પોલીસ ૭ જેટલા સમીકરણો મુકી રહી છે. જેના પગલે પોલીસે જુદી જુદી ટીમ જુદા જુદા સ્થળે રવાના કરી છે. જોકે, પોલીસ કોઇ ચોક્કસ તારણ પર આવી શકી નથી.
દમણના ઉદ્યોગપતિના પુત્ર સોહિ‌લ હિંગોળાના પુત્ર સોહિ‌લના અપહરણ મામલે પોલીસ હજુ સુધી કોઇ ચોક્કસ તારણ પર આવી શકી નથી. સોહિ‌લના અપહરણ બાદ તેનું લોકેશન નારગોલ આવ્યું છે. જેના કારણે પોલીસેની ટીમ ગુજરાતમાં પણ તપાસ કરી રહી છે. તેની સાથે મુંબઇ અને સુરતમાં પણ તેમના દ્વારા તપાસ હાથ ધરાઇ રહી છે. જોક, તેમને આ કેસમાં હજુ સુધી કોઇ મજબૂત પગલું ભરી શકાયું નથી.
પોલીસ હજુ હવામાં જ બાચકા ભરી રહી હોય એવું લાગી રહ્યું છે. દમણમાં વધી રહેલી ગુનાખોરી સામે પોલીસ મુક પ્રેક્ષક જેવી બની ગઇ છે. સોહિ‌લ અપહરણ કેસમાં પોલીસ ૭ જેટલા સમીકરણો લગાવી રહી છે. હજુ આ મામલે પોલીસ કોઇ ચોક્કસ તારણ પર આવી શકી નથી.
દમણ પોલીસ અધિક્ષક અતુલ ઠાકુરે જણાવ્યું કે, આ અપહરણ કેસમાં ૭ જેટલી હિ‌ન્ટ મળી રહી છે. જેના માટે જુદી જુદી ટીમો બનાવી જુદી જુદી દીશામાં તપાસ કરાવાઇ રહી છે. જોકે, તેનું કોઇ ચોક્કસ તારણ મળી શક્યું નથી. હાલ આ મામલે તપાસ ચાલુ છે.