તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વાપીમાં પકડાયેલા રક્તચંદનના ગોડાઉનનું ઘેરાતું જતું રહસ્ય

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
-વાપીમાં પકડાયેલા રક્તચંદનના ગોડાઉનનું ઘેરાતું જતું રહસ્ય
-રીતેશ દામાનો કોઇ પત્તો લાગી શક્યો નથી
-વાપીમાં રહેતો હોવાના પુરાવા આપી લીધું હતુ ગોડાઉન
વાપીમાંથી રક્તચંદનનો જથ્થો ઝડપાયા બાદ તેને વાપીમાં સંગ્રહ કરનારની તપાસ હાથ ધરાઇ છે. આ મામલે ડીઆરઆઇ વિંગ તપાસ કરી રહી છે, પરંતુ તેઓ મગનું નામ મરી પાડતી નથી. વાપીના ગોડાઉનમાંથી મોટી સંખ્યામાં ચંદનના લાકડા ઝડપાવા છતાં આ ગોડાઉન ભાડે રાખનાર અને લાકડાને કન્ટેઇનરમાં લોડ કરનારા રીતેશ દામાનો હજુ સુધી કોઇ પત્તો લાગ્યો નથી.
સુરત ડીઆરઆઇ વિંગે જામનગર વિંગની બાતમીના પગલે વાપી જીઆઇડીસીમાં ભડકમોરા પાસે મેટલ કેર કંપનીના ર્બોડ સાથેના ગોડાઉનમાં દરોડા પાડી ૩૦ ટન રક્તચંદન ઝડપી પાડયું હતુ. આ રક્તચંદનનો જથ્થો તેમણે વન વિભાગને સોંપી દીધો હતો. જો કે, રક્તચંદન મંગાવનાર કે તેની તસ્કરીમાં મુખ્ય ભુમિકા ભજવનાર રીતેશ દામાનો કોઇ પત્તો લાગી શક્યો નથી.
રીતેશ દામાએ વાપીના અધુરા સરનામાના પુરાવા આપી મેટલ કેર કંપનીનું ગોડાઉન ભાડે રાખ્યું હતુ. જેના પગલે તેને પકડવામાં હજુ સુધી ડીઆરઆઇ વિંગને સફળતા મળી શકી નથી. આ મામલે સ્થાનિક પોલીસની પણ કોઇ મદદ લેવાઇ નથી. ત્યારે રીતેશ દામાને લઇ સમગ્ર કેસનું રહસ્ય ઘુંટાઇ રહ્યું છે.
વધુ તસવીરો માટે કરો આગળ ક્લિક....