• Gujarati News
  • Smart City Works To Commence Operations Under Valsad

વલસાડ: સ્માર્ટસિટીના કામો હેઠળ કામગીરી શરૂ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સ્માર્ટસિટીના કામો હેઠળ કામગીરી શરૂ

વલસાડ: વલસાડમાં આગવી ઓળખનાં રાજ્ય સરકારનાં કામો હેઠળ મળેલી ગ્રાન્ટમાંથી તૈયાર થઇ રહેલાં સ્પોર્ટસ કોમ્પલેક્ષમાં સ્પોર્ટસની રમતો સાથે અન્ય સુવિધાઓ પણ પૂરી પાડવાનો નિર્ણય કર્યો છે. ચોમાસું પુરૂં થતાં જ પાલિકાએ આ આધુનિક કોમ્પલેક્ષમાં ટેનિસ કોર્ટ, ગાર્ડન અન વોક વે સુવિધા આપવા માટે વિશેષ તૈયારી આરંભી છે.સ્માર્ટ સિટીનાં અભિગમ સાથે શેહેરને વિવિધ સુવિધાઓથી સજ્જ કરવા શાસકોએ શહેરી વિકાસ વિભાગ સાથે રહી રાજ્ય સરકારનાં અનુદાન હેઠળની કામગીરી ઝડપી બનાવી છે.

વલસાડ પાલિકાએ શહેરમાં નાગરિકોને રમતગમત માટે પ્રોત્સાહન મળી રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા શહેરોમાં આગવી ઓળખનાં કામો હેઠળ પ્રાપ્ય ગ્રાન્ટમાંથી સ્પોર્ટસ કોમ્પલેક્સની કામગીરી ઝડપી બનાવી દીધી છે. સ્પોર્ટસ કોમ્પલેક્ષમાં સ્વિમિંગ પૂલ સાથે અન્ય રમતગમત પૈકી યુવાનોમાં ક્રેઇઝ બની રહેલી ટેનિસની રમતને પ્રાધાન્ય આપ્યું છે. જેને સાકાર કરવા માટે આ કોમ્પલેક્ષમાં આધુનિક શેલી મુજબનું ટેનિસ કોર્ટ તૈયાર કરવાનો નિર્ણય લીધો છે. પાલિકા પ્રમુખ સોનલ સોલંકી, સીઓ જે.યુ. વસાવા અને ઇજનેર િહતેશ પટેલે આ મુદ્દે બેઠકમાં ચર્ચા કરી તેનાં એક્ષપર્ટને સાથે રાખી ટેનિસ કોર્ટ બનાવવા માટે કાર્યવાહી હાથ ધરી છે.
આ ટેનિસ કોર્ટ નાનું નહિં પરંતુ તેનું ક્ષેત્રફળ આ રમતનાં ધારાધોરણ મુજબ મોટું હશે.

આંતરરાષ્ટ્રિય સ્તરે યોજાતી સ્પર્ધાઓ માટે જે ક્ષેત્રફળનો ઉપયોગ કરાય છે તે પ્રકારનું આ કોર્ટ તૈયાર કરાશે.આ ઉપરાંત આ વિશાળ કોમ્પલેક્ષમાં હરિયાળી પણ લહેરાય તેવાં પ્રયાસો કરાયાં છે. જેના માટે સુંદર ગાર્ડન તૈયાર કરવા માટે પ્લાન બનાવાયો છે. હાલે જે રીતે શહેરનાં કલ્યાણ બાગમાં હરિયાળી બનાવાઇ છે અને રંગબેરંગી ફુલઝાડો ઉછેરવામાં આવ્યા છે તે મુજબ સ્પોર્ટસ કોમ્પલેક્ષમાં પણ આકર્ષક ગાર્ડન બનાવવામાં આવશે.
આ સાથે સ્પોર્ટસ કોમ્પલેક્ષમાં નાગરિકોને સ્વાસ્થ્યની જાળવણી માટે વધુ સુવિધા માટે વોક વે પણ તૈયાર કરાશે.
મલ્ટી પરપઝ હોલ સ્પોર્ટસ કોમ્પલેક્ષનું આગવું પાસું રહેશે
વલસાડ પાલિકાનાં સ્પોર્ટસ સંકુલમાં આધુનિક સુવિધા સાથે સજ્જ કરવા માટેની કવાયતનાં ભાગરૂપે તેને શહેરીજનોને વધુ ઉપયોગી થઇ રહે તેની પણ કાર્યવાહી હાથ ધરી છે. આ માટે પાલિકાનાં ભાજપ શાસકોએ સ્પોર્ટસ સંકુલમાં આગ‌વી શૈલીનું મલ્ટી પરપઝ હોલ તૈયાર કરવાનો નિર્ણય કર્યો છે. તેની ફરતે આકર્ષક ફ્લોિરંગનો ઓપ આપી એક સુંદર બહુલક્ષી હોલ શહેરીજનોની સુવિધા માટે પ્રાપ્ત થઇ શકશે.
સ્પોર્ટસ સંકુલમાં 57 લાખનાં ખર્ચે કરાશે વિશેષ સુવિધાઓ
પાલિકા દ્વારા સંચાલિંત સ્પોર્ટસ સંકુલમાં વોક વે એરિયા, લોંગ ટેનિસ કોર્ટ, લેન્ડ સ્ક્રેપ, ગાર્ડન માટે રૂ.57 લાખનાં ખર્ચ કામગીરી હાથ ધરવાની કાર્યવાહી શરૂ કરાઇ છે. જેનાં માટે જનરલ બોર્ડમાં એસ્ટિમેટ મંજૂરી બાદ કામ ઝડપથી પૂર્ણ કરવા પ્રયાસો કરાશે. >સોનલબેન સોલંકી, પાલિકા પ્રમુખ,