વાપીમાં હવે ગોડાઉનમાંથી ચાર લાખના મોબાઈલ ચોરાયા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
( તસવીર - ગોડાઉનની અંદર ચોરોએ ખાલી કરી દીધેલા કબાટનું નિરીક્ષણ કરતા પીએસઆઈ )

વાપીમાં હવે ગોડાઉનમાંથી ચાર લાખના મોબાઈલ ચોરાયા
મોબાઈલ શો-રૂમમાં ચોરી કરતી ગેંગનો પોલીસને ફરી ડિંગો
વાપી ચાર રસ્તાના હિના આકેgડમાં લોખંડની ત્રણ તિજોરી તોડી
મોબાઇલના બોક્સને કારમાં મુકી તસ્કરો ફરાર

વાપી: વાપી ચાર રસ્તા સ્થિત ગુરૂવારે મળસ્કે હીના આકેgડમાં આવેલી આરતી મોબાઇલ શોપના ગોડાઉનના તાળાં તોડી તસ્કરો ચાર લાખના ૨૦૦ નંગ મોબાઇલ ફોનની ચોરી કરી ગયા હતા.વાપી કોપરલી માર્ગ ઉપર સુરભી હોસ્પિટલની બાજુમાં આવેલા ભાગ્ય લક્ષ્મી એપાર્ટમેન્ટમાં રહેતા મોતીરામ અદરારામ પુરોહિતની સેલવાસ માર્ગ ઉપર જીઆઇડીસી ચાર રસ્તા સ્થિત હીના આકેgડ બિલ્ડિંગમાં આરતી મોબાઇલ શોપ આવેલી છે. બુધવારે રાત્રે તેઓ રાબેતા મુજબ પોતાની દુકાનને તાળું મારીને ઘરે ગયા હતા.ગુરૂવારે મળસ્કે તેમના મોબાઇલ ઉપર પડોશમાં આવેલી બિલ્ડિંગના સેકેટરીએ ફોન કરીને માહિતી આપી હતી કે, તમારી દુકાનમાં ચોરી થઇ છે. મળસ્કે ચાર કલાકે મોતીરામ પુરોહિત દુકાન ઉપર પહોંચીને તપાસ કરતા તેમની દુકાનનો સર સામાન વેર વખિેર જોવા મળ્યો હતો.

જ્યારે પડોશમાં આવેલા ગોડાઉનમાં રાખવામાં આવેલા લોખંડની ત્રણ તિજોરી કોઇક સાધનથી તોડીને અંદર મુકેલા જુદી જુદી કંપનીના ૨૦૦ નંગ મોબાઇલ ફોન જેની કિંમત રૂપિયા ચાર લાખની ચોરી કરી ગયા હતા. તસ્કરો બોલેરો કાર લઇને આવ્યા હતા અને મોબાઇલના બોક્સ કારમાં નાંખી ગણતરીના કલાકમાં ફરાર થઇ ગયા હોવાનું પડોશના વોચમેને જણાવ્યું હતું.આ અંગે દુકાનના માલિક મોતીરામ અદરારામ પુરોહિતે પોલીસને જાણ કરાતા પોલીસ સ્ટાફ બનાવના સ્થળે પહોંચી જરૂરી તપાસ કરી હતી. બોલેરો કારમાં આવેલા ત્રણથી ચાર અજાણ્યા ઇસમો સામે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. એફએસએલ અને સ્નીફર ડોગની મદદથી પોલીસે તસ્કરોના પગેરૂં મેળવવાના પ્રયાસ કર્યા હતા.
મોબાઇલ શોપમાં સતત છઢ્ઢી વખત ચોરી
વાપી, સંઘ પ્રદેશ દમણ-સેલવાસ તથા વલસાડમાં છેલ્લા છ માસમાં મોબાઇલ શોપમાં તસ્કરો છ વખત ચોરીને અંજામ આપી ચુકયો છે. સંઘ પ્રદેશની પોલસ ઉપરાંત જિલ્લા પોલીસ પણ મોબાઇલ ચોરી કરનારી ટોળકીને ઝડપી પાડવા માટે કમરકસી રહી હોવા છતાં આ ગેંગ હજુ સુધી પોલીસને હાથે લાગી નથી. ચોરીનો સીલસીલો આગળ વધી રહ્યો છે. ગુરૂવારે મળસ્કે વધુ એક મોબાઇલ શોપને તસ્કરો નિશાન બનાવીને ચાર લાખની કિંમતના કુલ ૨૦૦ નંગ મોબાઇલ ચોરી કરી ગયા છે.
દુકાનમાં સીસી ટીવી કેમેરા કે વોચમેન પણ નથી
કોમર્શિયલ કોમ્પ્લેકસ હીના આકેgડમાં અનેક દુકાન અને ઓટો મોબાઇલ્સની એજન્સી તથા ઓફિસ આવેલી છે. આટલી મોટી કોમર્શિયલ બિલ્ડિંગ હોવા છતાં ત્યાં રાત્રીના સુમારે એક વોચમેન પણ નથી. આ ઉપરાંત વર્ષે દહાદે કરોડો રૂપિયાનો બિઝનેસ કરનાર મોબાઇલ શોપના માલિક મોતીરામ પુરોહિતે પણ શોપમાં સીસી ટીવી કેમેરા લગાવવાની તસ્દી લીધી ન હતી.

પડોશના વોચમેને તસ્કરોને નજરે જોયા
પડોશના વોચમેને તસ્કરોને બોલેરો કારમાં મોબાઇલના બોક્સ રાખતા જોયા હતા જો કે, પ્રથમ તો કદાચ દુકાનના માલિકની કાર હશે એમ માનીને તેમણે કંઇ ધ્યાન આપ્યું ન હતું. જો હીના આકેgડનો પોતાનો વોચમેન હોત તો આટલી મોટી ચોરી ઘટના બની શકી ન હોત.