• Gujarati News
  • Road Working Handover To Ngo And Mandali, Union Chief Angry On It

કપરાડા તાલુકામાં રસ્તાના કામો એનજીઓ-મંડળીઓને સોંપાતા સરપંચ યુનિયન લાલચોળ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(તસવીર: કલેકટર-નાયબ ડીડીઓને આવેદનપત્ર પાઠવ્યું)
- આ બાબતે કલેકટર - ડીડીઓને રજૂઆત કરવામાં આવી
- તાલુકા પંચાયત દ્વારા 5 લાખની મર્યાદાના રસ્તા બનાવવાની સત્તા પંચાયત પાસેથી ખેંચી લેવાઇ

વલસાડ: કપરાડા તાલુકા પંચાયત દ્વારા જુનો જીઆર બતાવી પાંચ લાખની મર્યાદાના કામો ગ્રામ પંચાયતોને સોપંવાના બદલે વહાલા દવલાની નિતિ અપનાવી મંડળીઓ અને એનજીઓને કામો ફાળવી દેવાના પગલે તાલુકા સરપંચ યુનિયને શુક્રવારે અધિક કલેકટર-નાયબ ડીડીઓને આવેદનપત્ર પાઠવી જો ઉપરોકત મુદ્દે ઘટતુ કરવામાં ન આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચિમકી આપી છે.

સૂત્રો પાસેથી મળતી વિગતો મૂજબ કપરાડા તાલુકાના સરપંચ સંઘના પદાધિકારીઓએ પાઠવેલા આવેદનપત્રમાં સરકારના ગૃહ ગ્રામ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના 29-08-2012ના સુધારા પરિપત્ર અનુસાર નકકી કરવામાં આવેલા જીઆર અનુસાર દરેક ગ્રામ પંચાયતમા કામની મર્યાદા રૂ.5 લાખ હોવા છતા તાલુકા પંચાયતના અધિકારીઓએ કામની ફાળવણી સમયે જુનો જીઆર બતાવી સરપંચોને કામ આપવામાં આવ્યા નથી.તાલુકામાં કામ એનજીઓ્ને અને મંડળીઓને ફાળવી દેવામાં આવ્યા છે.જેની માહિતી પણ તાલુકા પંચાયત દ્વારા આપવામાં આવતી નથી.
આગળ ક્લિક કરો અને તસવીરો સાથે વાંચો વધુ વિગતો...
(તમામ તસવીરો: ચેતન મેહતા, વલસાડ)