• Gujarati News
  • Resident Face Coercion Against On The Road To Excavators

રોડ પર ખોદકામનાં કારણે સેલવાસ વાસીઓ કરી રહ્યા છે ત્રાસનો સામનો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(સેલવાસના મુખ્ય માર્ગ પર ખોદકામ થયેલા એક બાજુનો રસ્તો જ બંધ છે. )
હાલાકી: ડ્રેનેજનું કારણ આગળ ધરી રોડ ખોદાઇ રહ્યા છે
સેલવાસનાં તમામ મુખ્ય રસ્તાઓ પર ઊંડા ખાડા ખોદાઇ રહ્યા છે
સેલવાસ: સેલવાસ પાલિકા વિસ્તારમાં વારંવાર રોડ પર થતા ખોદકામને કારણે નગર જનોએ હાલાકીનો સામનો કરવા પડી રહ્યો છે. સેલવાસનાં તમામ મુખ્ય રસ્તાઓ પર ઊંડા ખાડા ખોદાઇ રહ્યા છે. જાણવા મળ્યું હતું કે, ઓઆઇડીસી દ્વારા ડ્રેનેજ માટે પાઈપ લાઈનો નખાઇ રહી છે. કેટલાક રહીસોએ જણાવ્યું હતું કે સોમાસા અગાવ ડ્રેનેજ લાઈન નાખવાનું કામ સારું કરાયું હતું. ભાર ચોમાસામાં લોકોને ગણી તકલીફો વેઠવી પડી છે. તેમજ સડક કિનારે રહેતા લોકો તેમજ દુકાનદારોને ભારે હાલાકીનો સામનો કરવા પડી રહ્યો છે. રોડ બનાવવા પીડબ્લ્યુડીએ પાલિકાને 10.50 કરોડ રૂપિયા આપી દીધા છે.
સેલવાસ નગર પાલિકા પ્રમુખ કુ.ચંદનબેન ડેલકરે જણાવ્યું હતું કે પાલિકામાં આવતા તમામ ખોદકામ કરાયલા રોડ બનાવવાના છે. દરેક રોડ બનાવવાની યોજના તૈયાર થઇ ગઈ છે. પણ હાલ ડ્રેનેજ લાઈન નખાઇ રહી હોવાથી રોડ બનાવવાનું કામમાં મોડું થઇ રહ્યું છે. ઓઆઇડીસી દ્વારા અપાયેલા કામો નિર્ધારિત સમયે પુરા નથી થયા જેના કારણે હાલ લોકો દ્વારા ખરાબ રોડ હોવાની ફરિયાદ થઇ રહી છે. પાલિકા વિસ્તારમાં સફાઈને લઇ લોકો સંતુષ્ટ છે. પણ ખરાબ રોડને કારણે રાહદારીઓ અને રોડ કિનારેની દુકાન દારોને હાલાકીનો સામનો કરવા પડી રહ્યો છે. ઓઆઇડીસી ડ્રેનેજ લાઈનનું કામ પૂરું કરાશે એની સાથે રોડ નિર્માણની શરૂઆત કરી દેવાશે.