તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Removed Illegal Pressures Were Roads Open In Dharampur

ધરમપુરમાં ગેરકાયદે દબાણો હટાવાતા રસ્તા થયાં ખુલ્લા

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- પોલીસ અને પાલિકાએ સંયુકત રીતે મોટા ભાગના લારી ગલ્લાઓને હટાવાતાં રસ્તાઓ એકદમ ખુલ્લા થયાં

ધરમપુર શહેરમાં પોલીસ અને નગરપાલિકાએ ટ્રાફિકને અડચણને દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરતાં દબાણકર્તાઓમાં ફફડાટ ફેલાઇ ગયો હતો. લાંબા સમયથી ટ્રાફિક સમસ્યાની રજૂઆતો બાદ તંત્રે લારી ગલ્લાવાળાઓ અને ગેરકાયદે દબાણકર્તાઓ સામે કડક કાર્યવાહી કરી મોટા ભાગના દબાણો દૂર કર્યા હતાં.ધરમપુર નગરના તેમજ રાહદારી ટ્રાફિક સમસ્યાથી ત્રાહિ‌મામ પોકારી ઉઠતા આખરે તંત્ર હરકતમાં આવ્યું હતું. પોલીસ અને ધરમપુર પાલિકાએ સાથે મળી ટ્રાફિક સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા ટ્રાફિક અભિયાન હાથ ધર્યુ હતું. જેને લઇ આખા બજારમાં ચાલતા ફરી લારી ગલ્લા, દુકાનદારોના સામન સમેટી લેતા હોવાના સમાચાર પ્રસરતા જ ગેરકાયદેસર રોડ પર દબાણ કરનારા છુ થઇ ગયા હતા.

નગરપાલિકાનો ૧૦૦ કર્મચારી તથા પીએસઆઇ ચૌધરી પોતાના સ્ટાફ લઇ દબાણ હટાવતા શહેરના તમામ રસ્તા, ગલીઓ ચોખી થઇ ગઇ હતી. રસ્તા ખુલ્લા જોઇ રાહદારીઓએ રાહતનો શ્વાસ લીધો હતો. ર્વોડ નંબર.૪ના ર્કોપોરેટર મુનાફ અજમેરીએ ટ્રાફિક સમસ્યા હલ કરવા માટે અધિકારીઓને મદદરૂપ થવા આહવાન કર્યુ હતું. તેમજ રિક્ષાને યોગ્ય જગ્યા પાર્કિંગની વ્યવસ્થા આપવા જણાવ્યું હતું. આ અભિયાનમાં કેટલાક ર્કોપોરેટરોની ગેરહાજરી જોવા મળી હતી. હવે આ દબાણ કાયમી હટશે કે શું એ જોવાનું રહ્યું છે.

- દિવસભર અભિયાન ચાલુ રહ્યું

ધરમપુરમાં શનિવારે ટ્રાફિક અભિયાન દિવસભર ચાલ્યું હતું. આક્રમક અભિયાનથી ટ્રાફિક સમસ્યા હાલ પુરતી દૂર થતા લોકોએ રાહત અનુભવી હતી. પોલીસના આ અભિયાનને નગરજનો આવકારી રહ્યા છે.

- સુરત રેન્જ આઈજીના લોક દરબાર બાદ બે દિવસમાં જ કાર્યવાહી

ધરમપુર પાલિકા વિસ્તારની વિવિધ સમસ્યાઓ અંગે બુધવારના રોજ સુરત રેન્જ આઈજી હસમુખ પટેલ અને વલસાડ જિલ્લા એસપી નિપૂણા તોરવણેના લોક દરબારમાં રજૂઆત કરાઈ હતી. જેમાંથી એક રજૂઆત ધરમપુરમાં વધી રહેલા ટ્રાફિકની પણ હતી, જેને આજે બે દિવસ પછી પોલીસ અને પાલિકાની સંયુક્ત કાર્યવાહીથી ગેરકાયદે દબાણકર્તાઓમાં ફફડાટ જોવા મળે છે.