તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઉમરસાડી દેસાઈવાડ પંચાયતનું બજેટ ફરીવાર નામંજૂર

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- ગ્રામ પંચાયતના સુપરસીડ થવાના એંધાણ

પારડી તાલુકાના ઉમરસાડી દેસાઈવાડ ગ્રામ પંચાયતની ૩૦માર્ચની સામાન્ય સભામાં ૨૦૧૩-૧૪નું બજેટ નામંજૂર થયું હતું. જેને લઇ વિકાસ કમિશનર ગાંધીનગર દ્વાર ગ્રામ પંચાયતને વિસર્જન કેમ ન કરવાની કારણ દર્શક નોટિસ પાઠવી હતી. આ સંદર્ભે ગ્રામ પંચાયતના હોલ ખાતે શુક્રવારના રોજ વર્ષ ૨૦૧૩-૧૪નું બજેટ મંજૂર કરવા ફ્રી એક વાર ગ્રામ પંચાયત ખાતે ખાસ સભા મળી હતી. જેમાં ૮ જેમ ૭ના મતે બજેટ ફ્રી નામંજૂર થયું હતું. પરિણામે ઉમરસાડી દેસાઈવાડ ગ્રામ પંચાયત સુપરસીડ થવા તરફ જઈ રહી છે.

ઉમરસાડી ગ્રામ પંચાયતની વર્ષ ૨૦૧૩-૧૪બજેટ મંજુર કરવામાટે ગત ૩૦/૦૩/૨૦૧૩ના રોજ ગ્રામ પંચાયતના કોમ્યુનિટી હોલ ખાતે સરપંચ કિશોરભાઈ આર હળપતિ બોલાવેલી ગ્રામ સભામાં ૦ વિરૂધ્ધ ૮ મતે બજેટ નામંજૂર થયું હતું. બજેટ નામંજૂર થવાને કારણે ૨પ જૂન ૨૦૧૩ના વિકાસ કમિશનરે કચેરી ગાંધીનગર દ્વારા સરપંચ અને તલાટીને ઉદ્દેશીને કારણ દર્શકનોટીશ પાઠવવામાં આવી છે.

જેમાં જણાવાયું છે ૧૯૯૩ના ગુજરાત પંચાયત અધિનિયમ મુજબ કારણદર્શક નોટિસ દ્વારા જણાવામાં આવે છે કે ગ્રામ પંચાયત સદરહુ અધિનિયમની કલમ -૧૧૬તથા ગુજરાત ગ્રામ અનેનગર પંચાયતનાનાણાંકીય હિ‌સાબ અને અંદાજપત્ર નિયમો -૧૯૬૩ના નિયમ -૩(૨)પ્રમાણે ગ્રામ પંચાયતે તેનું સને ૨૦૧૩-૧૪નું અંદાજ પત્ર ગત ૩૦ માર્ચની સામાન્ય સભામાં મંજૂર ન કરી શકતા આ અંદાજ પત્ર મંજૂર કરવાની તેની વૈધાનિક ફ્રજ અદા કરવામાં અસમર્થ નીવડેલ છે.

જેથી પંચાયતની ઉપરનાંખવામાં આવેલી ફ્રજો અને સોપવામાં આવેલા કર્યો બજાવી શકે તેમન હોય ગુજરાત પંચાયતની અધિનિયમ મુજબ -૧૯૯૩ની કલમ -૨પ૩ અન્વયે ઉક્ત ગ્રામ પંચાયતનું વિસર્જન કેમ ન કરવું જે અંગે ગ્રામ પંચાયતે કોઈ સ્પષ્ટતા આપવી હોય તો નોટિસ મળ્યાની દિન સાતમાં ઠરાવ કરી લેખિત માં કચેરી એ મોકલવાની રહેશે જો રૂબરૂ રજૂઆત કરવા માગતા હોય તો તા ૯-૭/૨૦૧૩ના દિને ૧૧:૩૦ કલાકે હાજર રહેવું.

વિકાસ કમિશનરની નોટિસને પગલે સંદભે સરપંચ કિશોરભાઈ રવીયાભાઈ હળપતિ શુક્રવારના રોજ સવારે ૧૧:૩૦ વાગ્યે ગ્રામ પંચાયતના કોમ્યુનિટી હોલ ખાતે ખાસ સભા બોલાવી હતી જેમાં મંજુલાબેન એચ.માંગેલા ગેરહાજર રહ્યા હતા અને ટોટલ ૧૪ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા અને ગ્રામ પંચાયતના તલાટી હર્ષદ ચાવડા ઉપસ્થિત રહ્યા હતા સભામાં સરપંચ સહીત સાત સભ્યો એ ગ્રામ પંચાયતને યથાવત રાખવામાટે બજેટ મંજૂર કરવામાટે તરફેણ કરી હતી જયારે ૮ બહુમતી સભ્યો એ સરપંચ અને ઉપસરપંચ સાથી સભ્યોની બહુમતી ધરાવતા નથી અને વિશ્વાસમાં લીધા વિના કામો કરે છે જેથી બજેટ નામંજૂરની તરફેણ કરી હતી. આમ ફ્રી એક વાર ઉમરસાડીદેસાઈવાડ બજેટ નામંજૂર થતા પંચાયત સુપરસીડ તરફ્ જઈ રહી છે.

આ પ્રસંગે સભાની બહાર ગામના મહેશ દેસાઈ ,બચુભાઈ પટેલ, નટુભાઈ વગેરે અગ્રણીયો અને મોટી સંખ્યામાં ગામ લોકો હજાર રહ્યા હતા અન્ચિછનીય બનાવને રોકવામાટે પારડી પોલીસ મથકના પીએસઆઈ ટી. જી.બ્રાહ્મણીયા અને મોટી સંખ્યામાં તેમની ટીમ હાજર રહી હતી.

- ગ્રામપંચાયત યથાવત્ રાખવા સરપંચની અપીલ

સરપંચ કિશોર આર હળપતિ, ઉપ સરપંચ સુમિત્રા બી પટેલ, સભ્ય કૌશિક ડી. પટેલ , ડીમ્પલ ડી. પરમાર, રેખા આર. હળપતિ સંદીપ ડી. હળપતિ, રશ્મિ જે. હળપતિએ ગ્રામ પંચાયતને યથાવત રાખવા અને વિના વાંકે ચૂંટણીનો ખર્ચ નાગરિકોએ ભોગવવાન પડે એમ લેટરમાં દર્શાવી તલાટીને સોંપી હતી.

- સરપંચ સભ્યોને વિશ્વાસમાં લીધા વિના કામો કરે છે

જયારે સરપંચ અને ઉપ સરપંચ સભ્યની બહુમતી અને વિશ્વાસમાં લીધા વગર કામો કરે છે જેથી બજેટનામંજૂર કરવા શિરીષ જે તલાવીયા, રાજુ સી. હળપતિ, રાજેશ રમણ નાયકા, ભરત ડી. દેસાઈ, ધર્મેશ એન. દેસાઈ, મુકેશ આર. હળપતિ, લીલાબેન એસ. હળપતિ, ઉદય સી હળપતિ એ તરફેણ કરી લેખિતમાં તલાટીને સોપ્યું હતું.